પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સોમવારે ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. ઇંધણના ભાવમાં આ સતત 16 મો વધારો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 33 પૈસા અને ડીઝલના ભાવમાં 58 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. હવે તમારે એક લિટર પેટ્રોલ માટે 79.56 રૂપિયા અને ડીઝલ માટે 78.85 રૂપિયા ચૂકવવા પડશે.
રવિવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 79.23 રૂપિયા હતો. 33 પૈસાના વધારા પછી, આજની કિંમત વધીને 79.56 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જયારે રવિવારે ડીઝલની કિંમત 78.27 રૂપિયા હતી. આજે 58 પૈસાના વધારા બાદ કિંમત લિટર દીઠ 78.85 રૂપિયા થઈ ગયા છે.
થોડા દિવસો પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને તેલની વધતી કિંમતોનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે તેલના વધેલા ભાવ પાછા ખેંચવાની માંગ કરી હતી. તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું કે, આ નિર્ણય કોરોનાવાયરસ સંકટ સાથે સંઘર્ષ કરી રહેલા દેશ માટે અસંવેદનશીલ છે.
સોનિયા ગાંધીએ લખ્યું કે, સરકાર લોકોના ફાયદા માટે કોઈ કામ કરી રહી નથી. કોંગ્રેસ અધ્યક્ષે લખ્યું, ‘માર્ચમાં શરૂ થયેલા આ મુશ્કેલ સમયની વચ્ચે સરકારે સંપૂર્ણ અસંવેદનશીલ નિર્ણય લઈને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારને પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટી વધારવા માટે 2.6 લાખ કરોડ રૂપિયા કમાવવા માટે કોઈએ ખોટી સલાહ આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news