ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ(Petrol and diesel)ના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. આજે એટલે કે 16 જાન્યુઆરી, 2022ના રોજ દેશભરમાં વાહન ઈંધણ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Patrol diesel prices)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવ નવેમ્બર 2021થી સ્થિર છે. ત્યાર પછી પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર છે.
ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ના નવીનતમ અપડેટ અનુસાર, 16 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લિટર છે. ચાર મુખ્ય મહાનગરો એટલે કે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ વિશે વાત કરીએ તો દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઈંધણના ભાવ સૌથી વધુ છે. મુંબઈમાં પેટ્રોલ 110 રૂપિયાની આસપાસ છે જ્યારે ડીઝલ 94 રૂપિયા પ્રતિ લિટરથી વધુ છે.
ઝારખંડમાં 26 જાન્યુઆરીથી પેટ્રોલ પર ડિસ્કાઉન્ટ મળશે:
ઝારખંડના સીએમ હેમંત સોરેને 26 જાન્યુઆરી 2022થી એક ચોક્કસ મર્યાદા સુધી રેશન કાર્ડ ધારકો માટે પેટ્રોલ પર 25 રૂપિયા પ્રતિ લિટર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. શુક્રવારની સમીક્ષા બેઠકમાં, સીએમ સોરેને અધિકારીઓને 26 જાન્યુઆરીથી ગરીબોને પેટ્રોલની ખરીદી પર 25 રૂપિયા પ્રતિ લિટર સબસિડી આપવા સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને એક પદ્ધતિ વિકસાવવા નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ 26મી જાન્યુઆરીથી રાજ્યમાં રેશનકાર્ડ ધરાવતા દ્વિચક્રી વાહનોને પેટ્રોલની ખરીદી પર પ્રતિ લીટર રૂ. 25નું રિબેટ આપવાની યોજનાના અમલીકરણની કામગીરીની સમીક્ષા કરી હતી.
જણાવી દઈએ કે ઓઈલ પર વેટ અને ફ્રેઈટ રેટના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરેક રાજ્યમાં બદલાય છે. મેટ્રોની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી સસ્તું છે. 3 નવેમ્બરના રોજ, દિવાળી પહેલા, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે રૂ.5 અને રૂ.10નો ઘટાડો કર્યા પછી વિવિધ રાજ્યોએ પણ પેટ્રોલ પર વેટ ઘટાડ્યો હતો. ત્યારપછી રાષ્ટ્રીય સ્તરે વાહન ઈંધણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
આ શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા તો ઘણા શહેરોમાં 100 રૂપિયાથી નીચે છે:
ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરથી નીચે છે. જેમાં પોર્ટ બ્લેર, નોઈડા, ચંદીગઢ, દેહરાદૂન, રાંચી, શિલોંગ, પણજી, શિમલા, લખનૌ, દિલ્હીનો સમાવેશ થાય છે. તેમજ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી વધુ છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે:
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.