સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલ(Petrol Diesel)ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે 42 દિવસ પછી પણ ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ(Petrol)ની કિંમત હજુ પણ 100 રૂપિયાની ઉપર ચાલી રહી છે. ત્યારે દેશમાં તેલની કિંમતો હજુ પણ સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરી રહી છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. તેમજ ચેન્નાઈમાં પણ પેટ્રોલ 101.42 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.44 રૂપિયા પ્રતિ લિટર છે.
આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર…
જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે. તેમજ મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.
તેમજ જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું ચાલી રહ્યા છે?
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરરોજ સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
આ માપદંડોના આધારે તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને પોતાનું માર્જિન ઉમેર્યા પછી ગ્રાહકોને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.