17 ઓક્ટોબર, રવિવારે સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol Diesel Price) માં વધારો ઝીકવામાં આવ્યો છે. ભાવમાં વધુ એક વધારો થયા બાદ તેલની કિંમત દેશભરમાં નવા ઓલટાઇમ લેવલ પર પહોંચી ગઇ છે. ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો થોડા દિવસો સિવાય ઇંધણની કિંમત લગભગ દરરોજ વધતી હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી(Delhi)માં ફરી પેટ્રોલ અને ડીઝલ બંને 35-35 પૈસા પ્રતિ લીટર મોંઘા(Petrol-diesel price hike) થયા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(Indian Oil Corporation)ના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ શનિવારે 105.49 રૂપિયાથી વધીને 105.84 રૂપિયા પ્રતિ લિટરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. તે જ સમયે, ડીઝલ 94.22 રૂપિયાથી વધીને 94.57 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
ચાર મુખ્ય મહાનગરો (દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ) પૈકી પેટ્રોલ અને ડીઝલ મુંબઈમાં સૌથી મોંઘા છે. અહીં પેટ્રોલ 34 પૈસા મોંઘુ થયું અને 111.77 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. એ જ રીતે ડીઝલ 37 પૈસા મોંઘુ થયું વેચાઈ રહ્યું છે અને તે 102.52 રૂપિયા પ્રતિ લિટર છે.
સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલ 35 પૈસા મોંઘુ થયું છે:
દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો સતત ચોથો દિવસ છે. જોવા જઈએ તો ચાર દિવસમાં ઈંધણની કિંમતમાં 1.40 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ, 12 અને 13 ઓક્ટોબરે તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. છેલ્લા ત્રણ સપ્તાહમાં આ 16 મી વખત પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, જ્યારે ડીઝલ ત્રણ અઠવાડિયામાં 19 વખત મોંઘુ થયું છે. દેશના મોટાભાગના ભાગોમાં પેટ્રોલની કિંમત પહેલેથી જ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે, જ્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બિહાર સહિતના ડઝન રાજ્યોમાં ડીઝલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી રહ્યું છે.
અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.
પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.