રશિયા(Russia) સામે કડક પ્રતિબંધોની વધતી માંગ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજાર(International market)માં ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ 10 ડોલરથી વધુનો ઉછાળો આવ્યો છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ(Brent crude oil) 130 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જોકે, નવેમ્બર 2021થી અત્યાર સુધી ભારતીય બજારમાં કિંમતો સ્થિર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 14 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા પછી પણ દેશમાં આજે બુધવારને 9 માર્ચ, 2022ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol and diesel prices)માં કોઈ ફેરફાર થયો નથી. નિષ્ણાંતોનું અનુમાન છે કે, યુક્રેન અને રશિયા વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતો અને ક્રૂડની કિંમતો ઉચ્ચતમ સ્તર પર ચાલી રહી છે તેની અસર થઈ શકે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ રાષ્ટ્રીય સ્તરે સ્થિર છે:
આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવમાં જબરદસ્ત વધારો થવા છતાં સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના નવીનતમ અપડેટ અનુસાર, દેશની રાજધાની દિલ્હીમાં 9 માર્ચ, 2022 ના રોજ પણ, પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લિટર પર યથાવત છે. જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો અટકાવવામાં આવ્યો હતો. ત્યારે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત $81.5 પ્રતિ બેરલ હતી.
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના પેટ્રોલ ડીઝલના નવા ભાવ:
અમદાવાદમાં પેટ્રોલની કિંમત 95.13 રૂપિયા અને ડીઝલની કિંમત 89.12 રૂપિયા છે.
અમરેલીમાં પેટ્રોલની કિંમત 96.71 રૂપિયા અને ડીઝલની કિંમત 90.72 રૂપિયા છે.
ભરૂચમાં પેટ્રોલની કિંમત 95.61 રૂપિયા અને ડીઝલની કિંમત 89.59 રૂપિયા છે.
ભાવનગરમાં પેટ્રોલની કિંમત 96.86 રૂપિયા અને ડીઝલની કિંમત 90.85 રૂપિયા છે.
બોટાદમાં પેટ્રોલની કિંમત 96.17 રૂપિયા અને ડીઝલની કિંમત 90.16 રૂપિયા છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 95.35 રૂપિયા અને ડીઝલની કિંમત 89.33 રૂપિયા છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત 95.03 રૂપિયા અને ડીઝલની કિંમત 89.02 રૂપિયા છે.
મોરબીમાં પેટ્રોલની કિંમત 95.26 રૂપિયા અને ડીઝલની કિંમત 89.26 રૂપિયા છે.
પાટણમાં પેટ્રોલની કિંમત 95.17 રૂપિયા અને ડીઝલની કિંમત 89.17 રૂપિયા છે.
રાજકોટમાં પેટ્રોલની કિંમત 94.89 રૂપિયા અને ડીઝલની કિંમત 88.89 રૂપિયા છે.
સુરતમાં પેટ્રોલની કિંમત 95.03 રૂપિયા અને ડીઝલની કિંમત 89.03 રૂપિયા છે.
વડોદરામાં પેટ્રોલની કિંમત 94.74 રૂપિયા અને ડીઝલની કિંમત 88.72 રૂપિયા છે.
દેશના આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બજારના ભાવો અનુસાર દરરોજ ઇંધણ તેલના સ્થાનિક ભાવમાં સુધારો કરવામાં આવે છે. આ નવી કિંમતો દરરોજ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. સારી વાત એ છે કે, તમે ઘરે બેઠા ઈંધણની કિંમત જાણી શકો છો. ઘરે બેઠા તેલની કિંમત જાણવા માટે તમારે ઈન્ડિયન ઓઈલ મેસેજ સર્વિસ હેઠળ મોબાઈલ નંબર 9224992249 પર SMS મોકલવાનો રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.