પેટ્રોલના ભાવમાં મોટો ધડાકો, એકસાથે ઝીકાયો 10 રૂપિયાનો વધારો

જો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં એક સાતે 10 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન(Pakistan)માં હવે પેટ્રોલના…

જો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં એક સાતે 10 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન(Pakistan)માં હવે પેટ્રોલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો(10 rupees increase in petrol) કરી દેવામાં આવ્યો છે. ગંભીર આર્થિક કટોકટી ધરાવતા દેશમાં ચલણના મૂલ્યમાં તીવ્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં પહેલેથી જ આસમાની મોંઘવારી(Inflation)થી પરેશાન લોકોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. તાજેતરના વધારા બાદ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત હવે વધીને 282 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

મોડી રાત્રે લાઈવ ટેલિકાસ્ટમાં ભાવ વધારાની જાહેરાત કરતા નાણામંત્રી ઈશાક ડારે કહ્યું કે, ડીઝલ અને લાઇટ ડીઝલ ઓઈલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તેમની કિંમત અનુક્રમે રૂ. 293 અને રૂ. 174.68 પ્રતિ લિટર હશે. કેરોસીનનો ભાવ પણ 5.78 રૂપિયા વધીને 186.07 રૂપિયા પ્રતિ લીટર થયો છે. છેલ્લા 15 દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થયો છે. ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC+) એ આ મહિનાની શરૂઆતમાં ઉત્પાદનમાં કાપની જાહેરાત કરી હતી. ત્યારપછી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. જોકે, તેની અસર ભારતીય બજાર પર જોવાની બાકી છે. નવી દિલ્હીમાં હજુ પણ પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે.

ભારતની વાત કરવામાં આવે તો, વેલ્યુ એડેડ ટેક્સ (વેટ), નૂર શુલ્ક, સ્થાનિક કર વગેરે જેવા વિવિધ પરિમાણોના આધારે રાજ્ય દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. ઇંધણના દરોમાં છેલ્લો દેશવ્યાપી ફેરફાર ગયા વર્ષે 21 મેના રોજ થયો હતો, જ્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 8 અને ડીઝલ પર રૂ. 6 પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો.

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) સહિત જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs), આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક ભાવો અને વિદેશી વિનિમય દરોને અનુરૂપ દરરોજ તેમની કિંમતોમાં સુધારો કરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ ફેરફાર દરરોજ સવારે 6 વાગ્યાથી અમલમાં આવશે.

તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં OMCsને કહ્યું હતું કે, જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટે અને OMCs ઓછી રિકવર થાય તો પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડો કરે. પેટ્રોલ અને ડીઝલની કિંમત કરતાં ઓછી કિંમતે વેચવાને કારણે OMCsને રૂ. 21,200 કરોડનું નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *