પેટ્રોલ અને ડીઝલની કિંમતો હવે કોઈ મુદ્દો નથી. ઘણાં શહેરોમાં, પેટ્રોલની કિંમત 80 રૂપિયાથી વધારે છે અને ડીઝલ 90 રૂપિયાથી ઉપર છે. જેના કારણે ફુગાવો પણ વધ્યો છે. હવે આ અંગે ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તેમની જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.
‘પેટ્રોલનો દર 40 રૂપિયા હોવો જોઈએ’
સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલના વધતા ભાવો અંગે ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, ‘પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 90 રૂપિયા સુધી પહોંચવાનો ભારત સરકાર દ્વારા દેશવાસીઓનું અદભૂત શોષણ છે. રિફાઇનરીમાં પેટ્રોલની કિંમત 30 રૂપિયા પ્રતિ લિટર છે. આ પછી, તમામ પ્રકારના ટેક્સ અને પેટ્રોલ પમ્પ કમિશન ઉમેરીને, તે 60 રૂપિયા સુધી વધે છે. મારી દ્રષ્ટિએ, પેટ્રોલ મહત્તમ 40 રૂપિયા પ્રતિ લિટર વેચવું જોઈએ.
Petrol price at Rs. 90 per litre is a monumental exploitation by GoI of the people of India. The price ex-refinery of petrol is Rs. 30/litre. All kinds of taxes and Petrol pump commission add up the remainder Rs.60. In my view petrol must sell at max. Rs. 40 per litre.
— Subramanian Swamy (@Swamy39) December 7, 2020
પેટ્રોલ 2 વર્ષ પછી આટલું મોંઘું થઈ ગયું
તમને જણાવી દઈએ કે, 20 નવેમ્બરથી પેટ્રોલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે મુંબઈમાં પેટ્રોલનો દર લિટરદીઠ 90 રૂપિયા પર પહોંચ્યો હતો. જે 2018 પછી પહેલીવાર છે. જ્યારે ડીઝલ 80 રૂપિયાથી વધુ મળી રહ્યું છે. આ પહેલા 4 ઓક્ટોબર 2018 ના રોજ પેટ્રોલનો દર પ્રતિ લિટર 91.34 રૂપિયા પર પહોંચ્યો હતો.
કિંમતો જલ્દી સ્થિર થશે
રવિવારે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આશા વ્યક્ત કરી હતી કે, ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં વધારો કરવાના સંગઠન પેટ્રોલિયમ નિકાસ દેશો (OPEC) ના તાજેતરના નિર્ણય બાદ ઇંધણના ભાવ સ્થિર થશે. પ્રધાને કહ્યું હતું કે, ‘ઓપેક એ બે દિવસ અગાઉથી નિર્ણય લીધો છે કે તે દરરોજ પાંચ લાખ બેરલ ક્રૂડ તેલના ઉત્પાદનમાં વધારો કરશે. અમને આનો ફાયદો થશે અને અમારો અંદાજ છે કે કિંમતો સ્થિર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle