ના પાડવા છતાં મંદિરમાં દારૂ-માસનું સેવન કરતો હતો પુજારી, લોકોએ એટલો માર માર્યો કે મોતને ભેટ્યા પુજારી

ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) પીલીભીતમાં(Pilibhit) મંદિરના પૂજારીને લાકડીઓ વડે મારી-મારીને હત્યાની કરી નાખવાની ઘટના સામે આવી છે. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. પૂજારી પ્રત્યેની નારાજગી બન્યું હત્યાનું કારણ એવું હોવાનું કહેવાય છે. આરોપીઓંનું કહેવું છે કે પૂજારી મંદિરમાં માંસ અને દારૂનું સેવન કરતો હતો. હાલમાં પોલીસએ આરોપીઓંને જેલમાં મોકલી દીધા છે.

મળતી માહિતી અનુસાર, 7 જુલાઈના રોજ સરજીત સિંહે પોલીસ સ્ટેશન અમરિયામાં ફરિયાદ નોંધાવી હતી કે નવદીયા જીથનિયા ગામની બહાર મંદિરમાં રહેતા બાબા ઋષિ ગિરી ઉર્ફે મદનલાલ ગુમ થઈ ગયા છે. પોલીસએ ગુમ થયાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તે જ દિવસે રસુલા ગામ પાસે કેનાલના કિનારે કાચા રસ્તા પર પૂજારીની લાશ પડી હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પોલીસે પૂજારીની પત્ની કલાવતીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને એક સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ મળ્યા જેમાં 6 જુલાઈની રાત્રે પૂજારી બાબા ગામના નન્હે ઉર્ફે લાલારામ સાથે દેખાયો હતો. પોલીસએ લાલારામને પકડીને પૂછપરછ કરી હતી. લાલારામએ પોલીસના કડક પૂછપરછ પછી જણાવ્યું કે બાબા ઋષિ ગિરી મંદિર પરિસરમાં બેસીને દારૂ પીતા હતા અને માંસ પણ ખાતા હતા.

લાલારામએ કહ્યું કે તેણે ઘણી વખત ના પાડી પણ તે માન્યા નહિ. આ પછી પણ તેમણે મંદિરમાં દારૂ અને માંસનું સેવન કર્યું. ખાધા-પીધા પછી તેની સાથે ઝઘડો થવા લાગ્યો હતો. આ પછી મંદિરમાં પડેલી લાકડીઓ વડે પૂજારીને મારવામાં આવ્યો હતો. આ યુવકોએ એટલો માર માર્યો કે પૂજારીનું મૃત્યુ થઇ ગયું.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી લાલારામએ જણાવ્યું કે જ્યારે અમને માલુમ પડ્યું કે પૂજારીનું મુત્યુ થઇ ગયું હતું. ત્યારપછી તેની લાશને ઉપાડીને રસુલા ગામ પહેલા કેનાલના કાંઠે કાચા રસ્તા પર ફેંકી દીધી હતી. પોલીસે આરોપી ધનરાજ, મુખિયા અને લાલારામની ધરપકડ કરી લીધી છે.

આરોપીઓની જગ્યા પરથી પોલીસએ લાકડીઓ પણ કબજે કરી લીધી છે. સીઓ સદર લલ્લન સિંહે જણાવ્યું કે પૂજારી મંદિરમાં જ માંસ અને દારૂનું સેવન કરતો હતો, જેના કારણે આરોપીઓ ગુસ્સે થયા અને તેઓએ તેને લાકડી વડે મારીને હત્યા કરી. ત્રણેય આરોપીઓંને જેલમાં મોકલી દેવાયા આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *