Plant Vastu shastra: આપણા દરેકના જીવનમાં સમસ્યા હોય જ છે. પરંતુ આ સમસ્યાઓ માટે કેટલાક ઉકેલ પણ હોય છે, જે આપણી સમસ્યાઓને રાહત આપે છે. ઘણી સમસ્યા તો એવી હોય છે(Plant Vastu shastra) જેના ઉપાય ઘણા સામાન્ય હોય છે. જેમ કે ઘરમાં કઈ વસ્તુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર મુકવી.
તમને જણાવી દઈએ કે આપણી આસપાસ રહેલા વૃક્ષ છોડ પણ આપણી સમસ્યાઓનું નિવારણ કરી શકે છે. આપણી આસપાસ ઘણા વૃક્ષો અને છોડ છે, પરંતુ આપણે આ વૃક્ષો અને છોડ વિશે જાણતા નથી. આપણી પાસે રહેલા કેટલાક છોડને અશુભ માનવામાં આવે છે અને કેટલાકને શુભ માનવામાં આવે છે. ક્રેસુલા પ્લાન્ટ પણ આવો જ એક છોડ છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રેસુલાનો છોડ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. ધન પ્રાપ્તિ માટે મોટાભાગના લોકો પોતાના ઘરમાં મની પ્લાન્ટ લગાવતા હોય છે. મની પ્લાન્ટની જેમ જ ક્રાસુલા પ્લાન્ટ પણ આર્થિક સ્થિતિ સુધારવા માટે ફાયદાકારક છે. દરેક લોકો પોતાના જીવનમાં સુખ-સમૃદ્ધિ ઈચ્છે છે, પરંતુ કેટલીકવાર તમામ પ્રયત્નો કરવા છતાં પણ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાતી નથી. આવી સ્થિતિમાં તમે વાસ્તુની મદદ લઈ શકો છો.
વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે ક્રેસુલા છોડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તુમાં ઘણા એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી જીવનની સમસ્યાઓ ઓછી થઈ શકે છે. વાસ્તુ અનુસાર ઘર કે ઓફિસમાં કેટલાક છોડ લગાવવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. આમાંથી એક છોડ ક્રાસુલા પ્લાન્ટ છે. વાસ્તુમાં ક્રસુલા છોડને પણ ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર નિષ્ણાતના જણાવ્યા અનુસાર ઘરમાં ક્રેસુલાનું વૃક્ષ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિ ક્રેસુલાનું વૃક્ષને ઘરની અંદર ઉગાડે છે તો ઘરમાં ઓક્સિજનની કમી નથી રહેતી. તેને ઘરમાં સ્થાપિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સનાતન ધર્મ વિશે જાણકાર લોકો આ વૃક્ષને મોટી માત્રામાં ખરીદે છે અને પોતાના ઘરમાં લગાવે છે. તે ખૂબ ઓછા પાણી અને સૂર્યપ્રકાશમાં પણ ખીલે છે.
(સલાહ: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. ત્રિશુલ ન્યુઝ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App