આવી ગઇ PM કિસાનના 19માં હપ્તાની તારીખ, જાણો આ ખેડૂતોને નહીં મળે રૂપિયા

PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે તમે જોડાવા માંગતા હોવ તો સૌથી પહેલું તમારું ખેડૂત હોવું જરૂરી છે. આ યોજનાની પહેલી (PM Kisan Yojana) શરતએ છે કે જે લોકો ખેડૂત છે તેઓ જ આ યોજનાનો લાભ મેળવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ યોજના હાલના સમયમાં કરોડો ખેડૂતો આનો લાભ મેળવી રહ્યા છે. જો તમે પણ આ યોજના માટે પાત્ર છો તો આવેદન કરી આ યોજના અંતર્ગત મળનાર લાભ લઈ શકો છો.

આ યોજના અંતર્ગત 19મો હપ્તો ટૂંક સમયમાં આપવામાં આવશે. જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો તો તમને પણ લાભ મળી શકે છે. તેના માટે તમારે આ યોજના સાથે જોડાયેલા કેટલાક કામ કરાવવા પડશે, જેના વિશે અમે તમને જણાવીશું.

ક્યારે આવશે 19મો હપ્તો?
ખેડૂતો માટે 24 ફેબ્રુઆરીના દિવસે આ યોજનાનો 19મો હપ્તો નાખવામાં આવશે. કૃષિ મંત્રી શિવરાજ સિંહે થોડા દિવસ પહેલા આ વિશે જાણકારી આપી હતી કે 19મો હપ્તો 24 ફેબ્રુઆરીના દિવસે નાખવામાં આવશે. જેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુર આવી શકે છે.

કેટલા પૈસા મળે છે?
જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો હવે તમને 19માં હપ્તાનો લાભ મળનારો છે. આ યોજના અંતર્ગત વાર્ષિક ₹6,000નો લાભ આપવામાં આવે છે અને આ પૈસાને 2-2 હજાર રૂપિયાના 3 હપ્તામાં વહેંચવામાં આવ્યો છે. આ પૈસા સીધા ખેડૂતના ખાતામાં જમા થાય છે.

લાભ મેળવવો હોય તો આ કામ જરૂરથી કરાવી નાખજો
જો તમે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત અપાનારી સહાયનો લાભ લેવા માંગતા હો તો તમારે તમારી જમીનના કાગળો આપવાના રહેશે.

આયોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને એ ઈ-કેવાયસી પણ કરવાનું રહેશે. તેના માટે તમારે નજીકના સીએસસી સેન્ટર અથવા યોજનાના અધિકારીક પોર્ટલ pmkisan.gov.in પર લોગીન કરી આનો લાભ મેળવી શકો છો.

આ હપ્તાનો લાભ લેવા માટે તમારે આધાર લિંકિંગનું કામ પણ કરાવવું જરૂરી છે. તેમાં તમારે તમારી બેંકની શાખામાં જઈ પોતાનું આધાર કાર્ડ પોતાની બેન્ક સાથે લીંક કરાવવું જરૂરી છે.

તમારે તમારા ખાતામાં dbtનો વિકલ્પ પણ ચાલુ કરાવવાનો રહેશે. જો તમારા ખાતામાં આ સુવિધા ચાલુ કરવામાં ન આવી હોય તો તમારો હપ્તો રોકાઈ જશે.