અમેરિકામાં UNનાં વિશ્વમંચ પર સંબોધન કરતી વખતે PM મોદીએ ગુજરાતને કર્યું યાદ- કહ્યું કે…

Published on: 2:34 pm, Sun, 26 September 21

વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકા (America) ના 4 દિવસનો પ્રવાસ પૂર્ણ કરીને શનિવારનાં રોજ જોન એફ કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Airport) પરથી દિલ્હી (Delhi) આવવા માટે રવાના થયા છે. PM મોદી ભારત આવવા માટે રવાના થયા એના પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તેમને કેટલીક ખાસ ભેટ આપીને વિદાય કર્યાં હતા. બાઈડને PM મોદીને 157 કલાકૃતિ તેમજ પુરાવશેષ સોપ્યા હતા. આ તમામ કલાકૃત્તિ બીજી સદીથી લઈને 18મી સદી સુધીની છે.

નાનપણમાં ચાની દુકાન પર પિતાને મદદ કરતા હતા:
PM નરેન્દ્ર મોદી જણાવે છે કે, ભારતે હાલમાં જ આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારું રાષ્ટ્ર વિવિધતા, ડેમોક્રેસીની સશક્તતા માટે પ્રખ્યાત થયું છે. એક એવો દેશ છે કે, જ્યાં હજારો ભાષાઓ છે તેમજ સેંકડો બોલીઓ છે. અલગ અલગ રહેણી કહેણી તેમજ ખાનપાન છે.

બાળપણના સંસ્મરણો વાગોળ્યા:
પોતાના કાર્યકાળ અને બાળપણના સંસ્મરણો વાગોળતા PM નરેન્દ્ર મોદી જણાવે છે કે, ભારતની ડેમોક્રેસની તાકાત છે કે, એક નાનકડું બાળક છે કે, જે ક્યારેક રેલવે સ્ટેશનના ટી સ્ટોલ પર પોતાના પિતાની મદદ કરી રહ્યું હતું. જે હાલમાં ચોથીવાર ભારતના PM તરીકે UNGAમાં સંબોધન કર્યું છે. આની સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ખુબ લાંબા સમય માટે ગુજરાતના CM તરીકે તેમજ બાદમાં છેલ્લા 7 વર્ષથી ભારતના PM તરીકે નાગરિકોની સેવા કરતા 20 વર્ષ થઈ રહ્યા છે.

આતંકવાદ મુદ્દે PM મોદીનું નિવેદન:
PM મોદીએ આતંકવાદ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, દેશ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે કે, તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ ખતરારૂપ છે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ન થાય તો અફઘાનિસ્તાને લઈ નિવેદન આપ્યું હતું કે,અફઘાનિસ્તાનની સ્થિતિનો ઉપયોગ કોઈપણ દેશ પોલિટિકલ ટૂલની જેમ ઉપયોગ ન કરે.

વેક્સિનેશનને લઈ આપ્યું નિવેદન:
PM નરેન્દ્ર મોદીએ વેક્સિનેશન અંગે નિવેદન આપ્યું હતું કે, દેશમાં 36 કરોડ લોકોને વીમા સુરક્ષા કવચ મળી ચુક્યું છે, 50 કરોડથી વધુ લોકોને મફત સારવાર આપવામાં આવી છે જયારે 3 કરોડથી વધુ પાકા ઘર બનાવવામાં આવ્યા છે. ‘સેવા પરમો ધર્મ’ ભાવના સાથે ભારત સીમિત સંશાધન છતાં વેક્સિન ઉત્પાદનમાં લાગેલું ત્યારે ભારતે દુનિયાની સૌપ્રથમ DNA વેક્સિન વિકસિત કરી લીધી હોવાની વાત કરી હતી.

મહાસભા બાદ તેઓ પરત ભારત આવશે:
આ સભામાં ખાસ કરીને PM નરેન્દ્ર મોદી કોરોના મહામારી, મંદી તથા વિકાસને લઈને ચર્ચા કરશે. આની સાથે જ અફઘાનિસ્તાનની સ્થિતીને લઈ તેઓઓ ચર્ચા કરી છે. આની સાથે જ જલવાયુ પરિવર્તન તથા આતંકવાદને લઈ પણ PM મોદી તેમનો અવાજ ઉઠાવશે તેમજ મહાસભામાં સંબોધન પછી તેઓ ભારત પરત આવવા માટે રવાના થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.