હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. કોરોનાકાળ દરમિયાન PM નરેન્દ્ર મોદીની સમગ્ર વિશ્વમાં જબરદસ્ત લોકપ્રિયતા વધી રહી છે. અમેરિકન એજન્સી મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં આ વાત સામે આવી છે. PM નરેન્દ્ર મોદીની કુલ અપ્રુવલ રેટિંગ 55 છે.
એજન્સીના અહેવાલ પ્રમાણે PM નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વૈશ્વિક નેતાઓમાં સૌથી વધારે રહેલી છે. આ એજન્સી સમગ્ર વિશ્વના નેતાઓ તથા સરકારની અપ્રુવલ રેટિંગ જાહેર કરટી હોય છે. જેને કારણે તેઓ સમગ્ર વિશ્વમાં પ્રશંસાપાત્ર બન્યાં છે.
PM નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો, મેક્સિકોના રાષ્ટ્રપતિનું નામનો સમાવેશ :
મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સે હાલમાં કુલ 13 દેશો એટલે કે, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાંસ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ સહિત યુનાઇટેડ સ્ટેટ્સના નેતાઓની અપ્રુવલ રેટિંગ જાહેર કરવામાં આવી છે.
જેમાં PM નરેન્દ્ર મોદીની ઉપરાંત અન્ય કેટલાંક નેતાઓ કે, જેમની લોકપ્રિયતામાં એજન્સીના સર્વે પ્રમાણે વધારો જોવા મળ્યો છે. જેમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરથી લઈને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરીસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સમગ્ર વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત :
22 ડિસેમ્બર સુધી મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોરનો સ્કોર 29 હતો કે, જ્યારે ઑસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસનનો સ્કોર 27 હતો. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરવા કરવાં માટે જઈ રહ્યાં છે.
ગુજરાતનાં રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનો શિલાન્યાસ કરતી વખતે આ વાત જણાવવામાં આવી હતી. PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત સમગ્ર વિશ્વનું સૌથી મોટું કોવિડ -19 રસીકરણ અભિયાન ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં હવે કોવિડ ઇન્ફેક્શનના નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
આરોગ્ય એ જ સંપત્તિ :
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવે છે કે, આરોગ્ય એ જ સંપત્તિ છે, વર્ષ 2020 માં આપણને સારી રીતે શીખવાં મળ્યું છે કે, ભારત વૈશ્વિક સ્વાસ્થ્યના એક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. વર્ષ 2021માં આપણે આરોગ્ય સેવામાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવવી પડશે. વર્ષ 2021 માં આપણો મંત્ર હોવો જોઇએ ‘દવાની સાથે-સાથે સખ્તાઈ પણ.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle