Kashmir Sonmarg Tounnel: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. અહીંયા પહોંચી પીએમ મોદી સોનમર્ગ ટનલનું (Kashmir Sonmarg Tounnel) ઉદઘાટન કર્યું હતું. આ ટનલ શરૂ થયા બાદ સામાન્ય લોકો સાથે જ દેશની સેનાને પણ મોટો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. શ્રીનગર લેહ હાઇવે પર બનાવવામાં આવી છે. આ ટનલ ડબલ લેનની છે અને તેની લંબાઈ 6.4 કિલોમીટર સુધી છે.શ્રીનગર અને સોનમર્ગને જોડશે.
ઓલ વેધર કનેક્ટિવિટી મળશે
ઠંડીની ઋતુમાં બરફ વર્ષાને કારણે આ વિસ્તારમાં હાઇવે 6 મહિના સુધી બંધ રહે છે. જ્યારે આ ટનલનું ઉદઘાટન થયા બાદ લોકો ટનલ દ્વારા દરેક સમયે આવ જા કરી શકશે. આ પરિયોજનાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળશે.
આખી દુનિયામાં પ્રખ્યાત થશે સોનમર્ગ
શિયાળામાં સોનમર્ગનો નજારો ખૂબ સુંદર હોય છે. પરંતુ રસ્તાઓ બંધ હોવાને કારણે પર્યટકો અહીંયા આવી શકતા ન હતા. જોકે હવે આ ટનલની મદદથી શ્રીનગર અને સોનમર્ગ વચ્ચે આખું વર્ષ અવર-જવર થઈ શકશે. હવે પ્રવાસીઓ આખા વર્ષ દરમિયાન સોનમર્ગ આવી શકે. કહેવાય રહ્યું છે કે સોનમર્ગ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત થશે.
Prime Minister @narendramodi inaugurated Sonamarg Tunnel in Jammu and Kashmir.
📸Have a look at the glimpses!
🔸The Tunnel will provide all-weather connectivity between Srinagar & Sonamarg enroute to Leh.
🔸The Sonamarg Tunnel project is around 12 km long and has been… pic.twitter.com/HmThzMzb8R
— All India Radio News (@airnewsalerts) January 13, 2025
સેનાને પણ મદદ મળશે
આ ટનલ ચાલુ થવાને લીધે શ્રીનગર અને સોનમર્ગ વચ્ચે મુસાફરીનો સમય ખૂબ ઘટી ગયો છે. આ ટનલને કારણે સેનાને પણ ફાયદો થશે. આના પહેલા આ રોડ પર ગાડીઓ આડાઅવળા રસ્તા પરથી 30 kmની સ્પીડે ચાલતી હતી. જોકે હવે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલશે, આ સાથે જ આ કર્નલમાંથી દર કલાકે 10,000 વાહનો પસાર થઈ શકશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App