PM મોદીએ કહ્યું- ‘હું એક જ ટાઇમ જમું છું’ -કારણ જણાવતા કહ્યું…

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં એક જ સમય ભોજન કરી રહ્યા છે. હકીકતમાં, વડાપ્રધાન મોદી આવું કેમ કરી રહ્યા છે તે તેમણે ખુદ ખુલાસો કર્યો છે. વડાપ્રધાને કહ્યું કે, તેઓ એક જ સમયે ભોજન કેમ કરે છે. હકીકતમાં, સોમવારે વડા પ્રધાન મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ વિજેતાઓને તેમના નિવાસ સ્થાને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું.

આ દરમિયાન, ટોક્યો ઓલિમ્પિકમાં બરછી ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારા નીરજ ચોપરાને તેમનો મનપસંદ ચુરમું ખવડાવ્યું હતું. જ્યારે વડાપ્રધાને નીરજ ચોપડાને ચુરમુ ઓફર કર્યું હતું, ત્યારે પીએમ મોદીએ નીરજને કહ્યું હતું કે મારી સાથે એક વાર તમારે પણ ચુરમું ખાવું પડશે. નીરજે વડા પ્રધાનને ચુરમું ખાવાનું કહ્યું, ત્યારે પણ વડાપ્રધાન મોદીએ કહ્યું કે અત્યારે ચાતુર્માસ છે અને હું આ સમય દરમિયાન એક જ સમયે ભોજન કરું છું.

ખરેખર હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે. તે મુખ્યત્વે જૈન ધર્મમાં માનનારા લોકોનો તહેવાર છે. ચાતુર્માસ દરમિયાન હિન્દુઓ ધાર્મિક વિધિઓ પણ કરે છે. ચાતુર્માસ દરમિયાન દહીં, પાંદડાવાળા શાકભાજી જેવી વસ્તુઓ ખાવામાં આવતી નથી. ઉપરાંત, હવામાનને ધ્યાનમાં રાખીને લોકો દિવસ દરમિયાન એક જ સમયે ખાય છે. પીએમ મોદી ચાતુર્માસમાં માને છે અને આ સમય દરમિયાન માત્ર એક જ સમય ભોજન લે છે.

તેનો ખુલાસો આ કાર્યક્રમના વિડીયો પરથી થયો હતો. જેમાં ખુદ વડાપ્રધાને આખા દિવસમાં એક ટાઈમ ભોજન ખાવા પાછળનું કારણ જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ચાતુર્માસ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિમાં પણ ઉપવાસ પર રહે છે. નવરાત્રિ દરમિયાન પીએમ મોદી મા દુર્ગાના દરેક સ્વરૂપની પૂજા સંપૂર્ણ ભક્તિ સાથે કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *