સમગ્ર દેશમાં થશે લોકડાઉન? મુખ્યમંત્રીએ સવાલ પૂછતાં PM મોદીએ આપ્યો આ જવાબ

સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં બુધવાર સાંજ સુધીમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 3.54 લાખથી વધારે થઈ ગઈ હતી. આ ઉપરાંત સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 11,903 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. આ બધાની વચ્ચે સમગ્ર દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે સરકાર તરફથી લોકડાઉન ફરી લાગુ કરવાને લઈ લોકોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર અને તેલંગાણાના મુખ્યમંત્રી સામેલ થયા હતા.

બુધવારે એટલે કે, ગઈકાલે પીએમ મોદીએ કોરોનાના વધતા કેસને લઈને 15 રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. આ વાતચીતમાં તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે લોકડાઉન ફરી લગાવવાને ચાલી રહેલી ચર્ચાઓનો હવાલો આપી પીએમ મોદી પાસે જવાબ માંગ્યો હતો કે, દેશમાં શું લોકડાઉન ફરી લગાવવામાં આવશે. તેલંગણાના મુખ્યમંત્રી કાર્યાલય અનુસાર, આ મામલે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હવે લોકડાઉન નથી, દેશ હવે ખુલવાના તબક્કામાં આગળ વધી રહ્યો છે.

આ સવાલના જવાબમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસને જોતા સારી સુવિધાઓ વધારવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, આવું ત્યારે જ શક્ય બનશે કે, આપણે કોરોનાના ટેસ્ટ વધારવા પડશે, જેથી જે પણ સંક્રમિત લોકો હોય તેની ઓળખ થઈ શકે અને તેમને સાજા કરી શકાય. ત્રણ મહિના પહેલા પૂરા વિશ્વમાં પીપીઈ કીટ અને ટેસ્ટિંગ કીટની અછત હતી. ભારત સાથે પણ આવી જ પરિસ્થિતિ હતી. કેમ કે, આપણે પહેલા માત્ર આ વસ્તુ માટે આયાત પર નિર્ભર હતા. પરંતુ હાલના સમયમાં રાજ્યો પાસે 1 કરોડ પીપીઈ કીટ અને 1 કરોડ AN-95 માસ્ક મોકલવામાં આવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં કોરોનાથી સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યા કોરોના દર્દીઓ કરતા વધારે છે. દેશમાં હાલના સમયમાં વેન્ટીલેટર અને આઈસીયુની જરૂરત કેટલાક દર્દીઓને જ છે. અમે સમય પર નિર્ણાયક પગલા લીધા જેથી આપણે કોરોના સામે સારી રીતે જંગ લડી શક્યા અને તેને વધારે પ્રસારને રોકવામાં સફળતા મેળવી, અને સફળ થઈશું.

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી સાથે કોરોના વાયરસ અંગેની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. રિકરવી રેટ, મૃત્યુદર અને હોસ્પિટલ અંગેની ચર્ચા થઇ છે. આ દરમિયાન નીતિન પટેલે ફરી લૉકડાઉન લાગૂ થવાને લઇને પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું, લૉકડાઉનની વાત અફવા. તેમણે વધુમાં જણાવ્યું કે, હવે કોઈપણ પ્રકારનું લૉકડાઉન દેશમાં આવવાની શક્યતા નહીં, ફરીથી લૉકડાઉન આવી શકે છે તેમાં કોઇ તથ્ય નથી. સરકાર ફરી આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત વધુમાં નીતિન પટેલે કહ્યું કે, PMએ કહ્યુ કોરોના સામે લડત ચાલુ જ રાખવાની છે. વેપાર, મુડીરોકાણ અને રોજગારી વધારવા PMએ ચર્ચા કરી હતી. કોરોનાથી બચવાની સાથે વેપાર-ધંધા પણ ચાલુ કરવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *