“ઉદ્યોગ જગત માટે પ્રધાનમંત્રી મોદીએ આપ્યો આ મહામંત્ર”- જુઓ વિડીયો

કોરોનાવાયરસના સંકટ વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના વિશેષ કાર્યક્રમને સંબોધિત કર્યો. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત બંગાળી ભાષામાં કરી. આ કાર્યક્રમ કલકત્તામાં થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કહ્યું કે 95 વર્ષથી icc દેશની સેવા કરી રહ્યું છે. પીએમે કહ્યું કે આજના સમયમાં દેશનું આત્મનિર્ભર થવું જરૂરી છે. બીજા દેશો પર પોતાની નિર્ભરતા ઓછી કરવાની રહેશે.

આત્મનિર્ભર ભારત ને લઈને પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે જે વસ્તુઓ આપણે વિદેશથી મંગાવી પડે છે, આપણે વિચારવું પડશે કે આપણા દેશમાં કઈ રીતે બની શકે અને અને આપણે કઈ રીતે તેનું નિકાસ કરી શકીએ. પીએમે કહ્યું કે આ જ સમય છે કે લોકલ માટે વોકલ થઈએ. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત મોટા રીફોમૅ નું એલાન કરવામાં આવ્યું. તેમને હવે અમલમાં મુકવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે કોઈ પણ કંપની સિદ્ધિ પ્રધાનમંત્રી સુધી પોતાના સામાન અથવા પ્રપોઝલને પહોંચાડી શકે છે. લોકોને GEM સાથે જોડાવાનું રહેશે. જેથી વિદેશી કંપનીઓનો સામાન સરકાર પણ ખરીદે.

કલકત્તા બની શકે છે રીડર

સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે લોકલ પ્રોડક્ટ માટે ક્લસ્ટરના આધારે મજબૂતી આપી શકાય છે. નોર્થ ઈસ્ટ અને ઓર્ગેનિક ખેતી નું હબ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જો ICC નક્કી કરે તો તેની વૈશ્વિક ઓળખ પણ બનાવી શકાય છે. પીએમે કહ્યું કે આજે સમય છે જ્યારે કલકત્તા ફરી લીડર બને, કારણકે કહેવામાં આવે છે કે બંગાળ જે આજે વિચારે છે તે આખો દેશ આવનારા સમયમાં કરે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાંચ વર્ષ બાદ અમારી સંસ્થા પોતાના ૧૦૦ વર્ષ પૂર્ણ કરી લે છે 2022માં દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. એવામાં દરેક માટે આ જ સમય છે કે એક મોટો સંકલ્પ કરે અને આત્મનિર્ભર ભારત અભિયાનને પૂર્ણ કરવા માટે કેટલાક લક્ષ્ય નક્કી કરવામાં આવે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પાંચ વર્ષ પહેલા એક એલઇડી બલ્બ 350 રૂપિયામાં મળતો હતો. જ્યારે તે હવે અત્યારે ફક્ત 50 રૂપિયામાં મળે છે. હવે દેશમાં કરોડો ઘરોમાં આનો ઉપયોગ થઈ રહ્યો છે. જેના ઉત્પાદનની કિંમત ઓછી થઈ છે અને લાભ થયો છે. તેનાથી વીજળીનું બિલ પણ ઓછું થયું છે તેનો લાભ પર્યાવરણને થયો છે.

પીએમે કહ્યું કે અમે પાણીના રસ્તાને આગળ વધારી રહ્યા છીએ. હલ્દિયા કલકત્તા રૂટ શરૂ થયો છે અને હવે નોર્થ ઇસ્ટની તરફ વધારી રહ્યા છીએ. તેનાથી પૈસા ની બચત થઈ રહી છે. સામાન ઓછા સમયમાં મળશે તેની સાથે પર્યાવરણ પણ સુધરી રહ્યું છે. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક નું અભિયાન પણ હવે જન આંદોલન બની ગયું છે.

મુશ્કેલી ની દવા ફક્ત મજબૂતી

પ્રધાનમંત્રી મોદી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મનની હાર એ હાર, મનની જીત એ જીત… આપણી સંકલ્પ શક્તિ જ આપણો આગળનો રસ્તો નક્કી કરે છે. જે પહેલા જ હાર સ્વીકારી લે છે તેમને નજર સામે નવા અવસરો નથી આવતા, એવામાં જીત માટે સતત પ્રયત્ન કરનાર જ સફળતા મેળવી શકે છે અને નવા અવસરો આવે છે.

પીએમ મોદીએ કહ્યુ કે આ સમયમાં મુશ્કેલીની દવા ફક્ત મજબૂતી છે. મુશ્કેલીના સમયમાં ભારત હંમેશા આગળ વધી સામે આવ્યું છે. આજે આખી દુનિયા આ સંકટ સામે લડાઇ લડી રહી છે. કોરોના વોરિયર્સ સાથે દેશ આ લડાઈમાં પાછળ નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે દેશવાસીઓના મનમાં સંકલ્પ છે કે મુશ્કેલીને અવસર માં બદલવાની છે. આ સંકટ દેશનું ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. આત્મનિર્ભર ભારત જ ટર્નિંગ પોઈન્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *