આજે રાષ્ટ્રીય એકતા દિવસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. તે પહેલા મોદીએ વેલી ઓફ ફ્લાવર્સ અને ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. અત્યારે કાર્યક્રમના શુભારંભમાં સ્ટેજ પર મોદી સહિત અમિત શાહ તેમજ અન્ય રાજકીય હસ્તીઓ મોજુદ છે. ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી, મધ્ય પ્રદેશના આનંદીબેન પટેલ અને કર્ણાટક ના રાજ્યપાલ વજુભાઇ વાળા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતીન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નરેદ્ન મોદી સાથે સ્ટેજ પરથી વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વિશેષતાઓ
-લોકાર્પણ બાદ વાયુસેના ના 3 વિમાનો દ્વારા તિરંગા અને સફેદ રંગ ના વાયુ રૂપી સલામી આપવામાં આવી.
-સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 153 મીટરે ગેલેરી તૈયાર કરવામાં આવી છે જ્યાંથી 200 પ્રવાસીઓ એકસાથે નર્મદા ડેમનો નજારો જોઇ શકે છે. જેના માટે 4 હાઇસ્પિડ લિફ્ટ પણ મુકવામાં આવી છે. જે માત્ર 30 સેકન્ડમાં સરદાર પટેલના હાર્ટ સુધી પહોંચાડી દેશે.
-લક્ઝુરીયસ સુવિધાઓ સજ્જ ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. જેમાં 250 જેટલા ટેન્ટ તૈયાર કરાયા છે.
-6.5ની તિવ્રતાનો ભૂકંપ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કંઇ નુકશાન પહોંચાડી નહીં શકે, તેટલી મજબૂત આ પ્રતિમાને બનાવવામાં આવી છે.
-220 પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનથી પણ પ્રતિમાને મળશે રક્ષણ
-સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામમાં ૯૦,૦૦૦ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે
-25 હજાર મેટ્રિક ટન લોખંડ ઉપયોગમાં લેવાયું છે
-સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે ભાગે જ 23.33 લાખ ફૂલથી ‘વેલી ઓફ ફ્લાવર’ તૈયાર કરાયું છે
-સરદાર સરોવર ડેમની સામે ભાગે જ તૈયાર થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી
-સરદાર પટેલના જીવનની ઝાંખી કરાવતુ વિશાળ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે
-સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવેલા પ્રવાસીઓ માટે બોટ રાઇડિંગની સુવિધા પણ કરવામાં આવી છે.
-4800 કર્મચારીઓ અને 250 જેટલા એન્જીનિયરે રાત-દિવસ કામગીરી કરીને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.
-પ્રવાસીઓ માટે ખાસ ફૂડ કોર્ટ બનાવવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સાથે જ ગુજરાત વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા ધરાવવાનો ઈતિહાસ સર્જયો છે. કોંગ્રેસએ સમારોહને ભાજપનો કાર્યક્રમ ગણાવી બહિષ્કાર કર્યો છે. તો સાથે જ આદિવાસી સંગઠનોએ પણ આજે અંબાજીથી ઉમરગામ સુધી બંધનું એલાન આપ્યું છે.
વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદારની પ્રતિમાનું પીએમ મોદીએ કર્યું લોકાર્પણ
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીએ બુધવારે નર્મદા ડેમ નજીક સાધુ બેટ ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રાર્પણ કરી છે. કેવડિયા સ્થિત સરદાર પટેલના સ્મારક ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું 31 ઓક્ટોબરના રોજ લોકાર્પણ પૂજન-અર્ચન સાથે સંકલ્પપૂર્વક થાય તે માટે ત્રણ ત્રણ બ્રાહ્મણોની 3 ટીમને કાર્ય સોંપવામાં આવ્યું હતું. જેમાં સુરપાણેશ્વર મંદિરના મહંત રવિશંકર શાસ્ત્રી તેમજ વડોદરાના શાસ્ત્રી નયનભાઈ જોશીની અધ્યક્ષતામાં આ સમગ્ર પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. નર્મદા, ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, સિંધુ, કાવેરી, કરજણ, સરિયું, તાપી, બ્રહ્મપુત્રા સહીત નાની-મોટી 30 નદીઓના જળથી અભિષેકથી નરેદ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.
લોકાર્પણ કાર્યક્રમમાં આવેલા સરદાર વલ્લભભાઇ પટેલના મોટાભાઇ સોમાભાઇના પૌત્ર ધીરૂભાઇ પટેલે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલને જે સન્માન મળવુ જોઇતુ હતું. તે સમયે સમયે મળતુ રહ્યુ છે અને મળતુ રહેશે. જોકે તેઓને ભારત રત્ન સમયસર ન મળ્યો તેનું દુઃખ છે.
સરદાર વલ્લભભાઈ પટેલના નાનાભાઇ કાશીભાઇ પૌત્ર ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલના આટલા મોટા સન્માનથી અમે ખુશ છીએ. તેમને જે સન્માન મળ્યું તેનાથી ગમ્યુ છે. રાજકારણ વિશે મને કઇ ખબર નથી.
સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઇ સોમાભાઇના પૌત્રી ઉર્મિલાબેને જણાવ્યું હતું, અમે સપનામાં પણ નહોતુ વિચાર્યું કે આવુ સરદાર પટેલનું આવુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનશે. આવુ માત્ર મોદી જ કરી શકે. બીજુ કોઇ ન કરી શકેય. અમે ખુશ છીએ. હું 16 વર્ષની હતી, ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલનું નિધન થયું હતું. ત્યારે મેં તેમના અસ્થી પકડ્યા હતા. અને તે પહેલા તેઓ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે દર્શન કરવાનો લ્હાવો મળ્યો હતો. સરદાર વલ્લભભાઇ પટેલના પિતાનું નાની ઉમરે જ અવસાન થયું હતું. ત્યારે તેઓને મારા પિતા પુરૂષોત્તમ ભાઇએ મોટા કર્યા હતા. લગ્ન પણ તેમને જ કરાવ્યા હતા.