પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- જો માસ્ક પહેરવામાં મુશ્કેલી પડતી હોય તો કરો આ કામ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 67મી વખત ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશની જનતાને સંબોધન કરી રહ્યા છે. તેમણે કારગિલ યુદ્ધના કુલ 21 વર્ષ પુરા થવા બાબતે આ યુદ્ધમાં શહીદ થયેલ સૈનિકોને પણ યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ દરમિયાન વડાપ્રધાને જણાવતાં કહ્યું કે, આજે કારગિલ વિજય દિવસ છે. પાકિસ્તાને ભારતની સાથે દગો કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ જીત તો ભારતના સૈનિકોના જુસ્સાની જ થઈ હતી.વડાપ્રધાને જણાવતાં કહ્યું કે,એ દિવસ સૌથી અનમોલ ક્ષણોમાંનો એક છે.સોશિયલ મીડિયા પર પણ લોકો આવાં વીરોને નમન કરી રહ્યા છે. હું પણ તમામ દેશવાસીઓ તરફથી એ વીર માતાઓને નમન કરું છું, કે જેમણે આવાં વીરને જન્મ આપ્યો છે.

 

નરેન્દ્ર મોદીએ જણાવતાં કહ્યું, કે કારગિલનાં યુદ્ધ વખતે વાજપેયીજીએ લાલ કિલ્લાથી ગાંધીજીના મંત્રને પણ યાદ કર્યો હતો. જો કોઈને અગવડ હોય કે તમારે શું કરવાનું છે, તો તેણે ભારતમાં રહેલ અસહાય ગરીબ વ્યક્તિને વિશે વિચારવું જોઈએ. કારગિલે આપણને જે બીજો મંત્ર આપ્યો છે. આપણે વિચારવાનું છે, કે આપમાં આ પગલાં એ સૈનિકને અનુકુળ છે.

જેને પહાડો પર જ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. આપણે જે વિચારીએ અને કરીએ છીએ, તેનાથી સૈનિકોનાં મન પર ઊંડી અસર પહોંચે છે. આપણે જે કરીએ છીએ એનાથી સૈનિકોનું મનોબળ પણ વધવું જોઈએ.ક્યારેક આપણે સોશિયલ મીડિયા પર એવી વસ્તુઓ ફોરવર્ડ કરીએ છીએ, કે જેનાથી દેશનું મનોબળ પણ ભાંગી પડે છે. આજકાલ યુદ્ધ એ માત્ર મેદાનમાં જ નથી લડાતું.

છેલ્લા ઘણા મહિનાથી આપણો દેશ જે રીતે કોરોનાનો સામનો કર્યો છે, તે ખુબ પ્રશંસનીય છે. આજે આપણા અહીયા કોરોનાથી મૃત્યુદર પણ દુનિયાનાં બીજાં દેશો કરતા ઘણો ઓછો છે. એક વ્યક્તિનું મોત પણ દુઃખદ જ છે. પરંતુ આપણે લોકોના મોતને અટકાવ્યા છે. કોરોના આજે પણ એટલો જ ઘાતકી છે, જેટલો તે શરૂઆતમાં હતો.

ચહેરા પર માસ્ક અને 2 ગજનું અતર, ક્યાંય પણ થૂંકવું નહીં,આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ ટેવ જ આપણને કોરોનાથી બચાવી શકે છે. ઘણીવાર માસ્કથી આપણને તકલીફ થતી હોય છે. એ વખતે તમે કોરોના વોરિયર્સને યાદ કરો, કે જે કલાકો સુધી કીટ પહેરીને રાખે છે. એક તરફ આપણે કોરોનાથી લડવાનું છે, બીજી તરફ વ્યવસાયને ઊંચાઈ પર પણ લઈ જવાનો છે.

આપણે કોરોનાના સમયમાં પણ જોઈ રહ્યા છીએ, કે દેશના લોકોએ પોતાનાં ટેલેન્ટથી નવા ઉદ્યોગની શરૂઆત કરી છે. બિહારમાં પણ લોકોએ મધુબની પેઈન્ટિંગવાળા માસ્ક બનાવવાની શરૂઆત કરી છે. આસામના કારીગરોએ પણ વાસમાંથી ટિફિન તથા બોટલ બનાવવાની શરૂઆત કરી છે.જે ઈકોફ્રેન્ડલી જ હોય છે.ઝારખંડના એક વિસ્તારમાં ઘણા લોકો સમૂહ લેમનગ્રાસની ખેતી પણ કરી રહ્યા છે. જેના તેલની આજનાં સમયમાં વધારે માંગ છે.

થોડા દિવસો બાદ રક્ષાબંધન પણ આવી રહી છે. ઘણી કંપનીઓ આ વખતે જુદી રીતે તેની ઉજવણી કરવાના અભિયાન ચલાવી રહી છે. લોકલથી લઈને વોકલની વાત પણ કરવામાં આવી રહી છે. આવું કરવું જ યોગ્ય રહેશે. નેશનલ હેન્ડીક્રાફ્ટ દિવસ પણ થોડાં દિવસમાં આવી રહ્યો છે. આપણે આનો વધુમાં વધુ ઉપયોગ કરીએ અને વિશ્વને પણ જણાવીએ. આનાથી આપણા લોકલ કારીગરોને પણ લાભ થશે.

ભારતથી હજારો માઈલ દૂર એક દેશ સૂરીનામ આવેલ છે. અહીંથી વર્ષો પહેલા ભારતથી લોકો ત્યાં ગયા હતાં અને ત્યાં ઘર બનાવી લીધું હતું. ત્યાંની એક બોલી ભોજપુરીની સાથે મળતી આવે છે. ચંદ્રિકાપ્રસાદ સંતોખી ત્યાંની રાષ્ટ્રપતિ છે. તેમણે સંસ્કૃતમાં શપથ લઈને વેદોના મંત્રનું પણ ઉચ્ચારણ કર્યું હતું. હું પણ સંતોખીને કુલ 130 કરોડ ભારતીયો તરફથી શુભેચ્છા પાઠવું છું.

વરસાદમાં સાફ-સફાઈનું પણ ખાસ ધ્યાન રાખો. આ બિમારીથી જોખમ પણ વધી જાય છે. રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે ઉકાળો પણ પીવો. બિહારમાં પૂરને કારણે ઘણી મુશ્કેલી સર્જાઈ છે. NDRF તથા રાજ્યની ટીમો રાહત-બચાવ માટેનાં પણ કામ કરી રહી છે. તમામ પ્રભાવિતો સાથે આખો દેશ ઊભો રહ્યો છે.

આ વખતે ‘મન કી બાતના કાર્યક્રમ’ માટે નરેન્દ્ર મોદીએ ગત 11 જુલાઈએ લોકો પાસેથી સુચનો પણ માંગ્યા હતા. આ અંગે મોદીએ ટ્વિટ કરતા જણાવતાં કહ્યું હતું, કે તમે સામુહિક પ્રયત્નોથી પણ આવનાર સકારાત્મક ફેરફારની વાતોથી આપ સારી રીતે પરિચિત હશો જ. તમે એવી વાતો પણ જાણતા હશો, કે સકારાત્મક પહેલે જ લોકોનું જીવન બદલ્યું હોય. આવી વાતો અને પ્રયાસને આ મહિને 26 જુલાઈએ પ્રસારિત થનાર ‘મન કી બાત કાર્યક્રમ’ માટે શેર કરો.

 

28 જૂને પ્રસારિત થયેલ ‘મન કી બાત કાર્યક્રમ’માં મોદીએ વર્ષ 2020માં દેશની સામેના મહત્વના પડકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને જણાવતાં કહ્યું હતું, કે આ વર્ષે કોરોના, તીડ તથા સીમા પર પણ ઘણાં પડકારો છે. લદ્દાખમાં ભારત બાજુ આંખ ઉઠાવનારાઓને પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. ભારત મિત્રતા નિભાવવાનું જાણે છે, તો આંખોમાં આંખ નાંખીને પડકારોનો સામનો કરવાનું પણ જાણે જ છે.

વડાપ્રધાન મોદીએ રક્ષા ક્ષેત્રમાં ભારતના આત્મનિર્ભર બનવાની વાતનો પણ ઉલ્લેખ કરતા જણાવતાં કહ્યું હતું, કે આઝાદી પહેલા જ આપણો દેશ ડિફેન્સ સેકટરમાં ખૂબ આગળ રહ્યો હતો. આપણી પાસે ઘણી ઓર્ડિનન્સ ફેકટરિઓ પણ હતી પણ પછીથી કેટલાંય દેશો આપણાથી આગળ નીકળી ગયા છે. આપણે પણ આપણા જૂના અનુભવોનો લાભ ઉઠાવી શકાયા ન હતા, પણ હવે આ ક્ષેત્રમાં પણ ઘણું કામ થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *