પ્રધાનમંત્રીનાં હાવભાવને ચિત્રમાં પ્રગટ કરનાર આ વિદ્યાર્થીનાં PM મોદીએ કર્યા ભરપેટ વખાણ- જાણો શું કહ્યું?

PM નરેન્દ્ર મોદીને તો કોણ ન જાણતું હોય! કોને ખબર હતી કે, ગુજરાતના વડનગરનાં ગરીબ પરિવારમાં જન્મેલ આ બાળક મોટો થઈને દેશનો પ્રધાનમંત્રી બનશે. છેલ્લા કેટલાય વર્ષોથી PM પદ પર હોવાથી એમના નામે રેકોર્ડ્ પણ નોંધાઈ ચુક્યો છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી છે.

બેંગલુરુના વિદ્યાર્થી સ્ટિવન હેરિસને પત્ર લખીને તેમના દ્વારા બનાવવામાં આવેલ પેઈન્ટિંગની પ્રશંસા કરી છે. 20 વર્ષીય ઉભરતા કલાકારે એક પત્રની સાથે PM મોદીના 2 ખુબસુંદર પેઈન્ટિંગ બનાવીને તેમને મોકલ્યા હતા. તેના જવાબમાં હવે PM મોદીએ પત્ર લખીને સ્ટિવનને પ્રોત્સાહન આપ્યું છે.

PM મોદીએ પત્રમાં લખ્યું હતું કે, રચનાત્મક ક્ષેત્રમાં યુવાઓની લગન તથા મહેનત જોવી ખુબ સુખદ છે. આની સાથે જ સ્ટિવનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તમારા પેઈન્ટિંથી આપનામાં ચીજને ઊંડાણથી અનુભવવાની પ્રતિભાનો ખ્યાલ આવતા હોય છે.

તમે જે બારિકાઈથી સૂક્ષ્મ ભાવને કેનવાસ પર ઉતાર્યા છે, તેને જોઈ મન ખુબ આનંદિત થઈ જાય છે. આની સાથે જ આ પત્રમાં PM મોદીએ સ્ટિવનના વિચારોની પણ ખુબ પ્રશંસા કરી છે. હાલના સમયમાં લોકોના સારા સ્વાસ્થ્ય તથા કુશળ મંગળને લઈ સ્ટિવનના વિચારોની PM મોદીએ ખુબ પ્રશંસા કરી છે.

PM મોદીએ આશા વ્યક્ત કરતા કહ્યું છે કે, સમાજમાં પોઝિટિવિટી ફેલાવવાના સ્ટિવનના પ્રયત્નથી અનેકવિધ લોકોને  પ્રેરણા મળશે. આની પહેલા સ્ટિવને PM મોદીને પત્રમાં કહ્યું હતું કે, તેઓ છેલ્લા 15 વર્ષથી પેઈન્ટિંગ કરી રહ્યા છે તેમજ અનેકવિધ સ્તરે 100થી વધારે પુરસ્કારો પણ જીતી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *