પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસ અને lockdown ના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓ માટે ૨૦ લાખ કરોડ રૃપિયાના પેકેજની મંગળવારના રોજ જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ થી ઘણા કિલોમીટર સાઇકલ ચલાવી છત્તીસગઢ પોતાના ગામ જઈ રહેલા એક પ્રવાસી મજૂરને જ્યારે આ પેકેજને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે મારી એલાનથી ખૂબ ઓછી ખુશી થઇ છે.
પોતાના પતિ સાથે રોજનું મજૂરી કામ કરનાર લક્ષ્મી સાહુ એ પણ કહ્યું કે તેના માટે ઘરે સુરક્ષિત પહોંચવું વધારે જરૂરી છે. પત્રકારોએ જ્યારે pm મોદીના ભાષણ પર તેમની પ્રતિક્રિયા માંગી તેના પર કહ્યું કે જ્યારે કોઈ કામ જ નથી તો ખુશ થવા માટે શું છે. હું રોજનું કમાઈને રોજ ખાનાર વ્યક્તિ છું. જો કામ નહીં હોય તો હું શું ખાઈશ?આનાથી સારું છે કે હું મારા ઘરે પાછી જતી રહુ અને ખેતરમાં કામ કરું.
લક્ષ્મી સાહુ તેના પતિ અને દીકરા સાથે મંગળવારની રાત્રે લખનઉથી સાયકલ અને પગપાળા મુસાફરી શરૂ કરી હતી અને 70 કિલોમીટરનું અંતર કાપી રાયબરેલી પહોંચ્યા.
પ્રધાનમંત્રીના પેકેજથી મળનારા લાભ વિશે એક પત્રકાર દ્વારા વારંવાર સવાલ કરવા પર લક્ષ્મીએ કહ્યું કે શું લાભ થયો? અમે તો જ્યાં હતા ત્યાંના ત્યાં જ છીએ રેશન પણ નથી મળ્યું. હું ત્રણ દુકાનોમાં ગઈ. બધાએ મારા આધાર કાર્ડ વિશે પૂછ્યું પરંતુ કોઈએ રેશન ન આપ્યું. આનાથી સારું હોત કે અમારા ઘર જવા માટે બસની વ્યવસ્થા કરી આપે. કમ સે કમ એ તો કહી શકીએ કે સરકારને અમારી ચિંતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news