મહારાષ્ટ્રમાં જે રીતે ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસે સરકાર રચી અને માત્ર થોડી જ કલાકોમાં રાજીનામું આપ્યું હતું. તેનાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબી ઝંખવાઇ હોવાનો ગણગણાટ સાંસદોમાં થઇ રહ્યો હતો. અન્ય પક્ષો તો ખરા, પણ ખુદ ભાજપના સાંસદોમાં એવો સૂર હતો કે આત્મવિશ્વાસના અતિરેકમાં આવી જઇને જે પગલાં ભરવામાંં આવ્યાં એ બૂમરેંગ થયાં હતાં.
આ કારણોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ બંનેને પારાવાર નુકસાન થયું હતું. હવે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર સ્થપાઇ હોવાથી શિવસેન વધુ મજબૂત થશે અને લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી શિવસેનાના સાંસદ સંજય રાઉતે ઉચ્ચારેલા અપશબ્દો ભૂલાઇ જશે. દેવેન્દ્ર ફડનવીસે મંગળવારે બપોરે મિડિયા સમક્ષ જાહેરાત કરી કે હું રાજીનામું આપવા રાજભવન જઇ રહ્યો છું એ સમગ્ર ઘટના ટેલિવિઝન ચેનલ પર વડા પ્રધાન, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના અન્ય નેતાઓ જોઇ રહ્યા હતા.
સાંસદોમાં એવી લાગણી પ્રવર્તી રહી હતી કે આત્મવિશ્વાસના અતિરેકના કારણે ભાજપની નેતાગીરી એમ માનતી રહી કે શિવસેના છેડો ફાડવાની વાતો ભલે કરે, પણ છેડો ફાડશે નહીં. એ ધારણા ખોટી પડી અને ભાજપની નેતાગીરી અંધારામાં રહી ગઇ. સમગ્ર વિશ્વમાં આ ઘટનાના પડઘા પડ્યા વિના રહેશે નહીં એવી વાતો પણ ગુસપુસ રૂપે થઇ રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.