સુરતમાં અત્યાર સુધીમાં સૌથી મોટા સાયબર રોડને પકડી પાડતી પોલીસ: રકમ જાણી હોંશ ઉડી જશે

Police bust biggest cyber racket in Surat: ફ્રોડ, ગેમિંગ અને બેટિંગ દ્વારા સર્જાતા સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ આપતા ઉધના પોલીસે બાતમીના આધારે ગત અઠવાડિયે રામનગર ચાર રસ્તા પાસે એક યુવકને બેંક કિટ સાથે પકડ્યો હતો. આ કિટ મીત પ્રવીણ ખોખાર દ્વારા ડિલિવરી (Police bust biggest cyber racket in Surat) માટે આપવામાં આવી હોવાનું જણાય છે, જેના કારણે તેની અટકાયત કરવામાં આવી હતી. પાર્થની અટકાયત બાદ પૂછપરછ દરમિયાન સુરતમાંથી સાઈબર ફ્રોડ ગેંગ માટે એકાઉન્ટ પૂરી પાડતી ટોળકીનો પર્દાફાશ થયો હતો. કિરતનોદ જાદવાણી અને દિવ્યેશ જિતેન્દ્ર ચકરાની ભાગીદારીમાં આખું રેકેટ ચલાવતું હતું અને મીત મારફત લોકોના બેંક એકાઉન્ટ મેળવીને તેના આધારે સિમકાર્ડ અને ટેકસ્ટાઈલ પેઢી બનાવી તેમાં મલેશિયાથી નેટવર્ક ચલાવતા ચાઈનીઝ ગેંગ દ્વારા કરવામાં આવતી સાઇબર ફ્રોડના નાણાં જમા લેતા હતા.

પોલીસે કિરત જાંઘવાનીને દબોચી 9 મોબાઇલ, અલગ-અલગ બેન્કના 21 ડેબિટ કાર્ડ, 30 ચેક બુક, કોમ્પ્યુટર, સીપીપુ 5 લેપટોપ, રોકડા 3.84 લાખ, નોટ ગણવાનું મશીન અને કટર મશીન કબજે લીધા હતા. તપાસ દરમિયાન કિરત અને દિવ્યેશ કયુબાના નંબરનો ઉપયોગ કરીને મલેશિયાથી નેટવર્ક ચલાવતા રિચપે નામના આઇ.ડી. ધરાવતા શખ્સ માટે કામ કરતા હતા.

રિચપે ક્યુબાનો નંબર ઉપયોગ કરતો હતો. જે એકાઉન્ટ ભાડે લેવાયા હતા, તે નેટ બેન્કિંગનો આઇ.ડી. પાસવર્ડ જનરેટ કરીને ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે રોઝરપે એપ મારફત મોકલી આપતા હતા. નવ મહિનામાં તેમણે 100 એકાઉન્ટ પુરા પાડ્યા હતા, જેમાંથી 200 કરોડનું ટ્રાઝેક્શન મળ્યું હતું. 100માંથી એક એકાઉન્ટમાં માત્ર ચાર જ દિવસમાં 42 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું, જ્યારે બીજા એકાઉન્ટમાં 26 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું.

દેશભરમાંથી નાણાં આ એકાઉન્ટમાં જમા થતું હતું. જેમાંથી અલગ અલગ એકાઉન્ટમાં નાની નાની રકમ ટ્રાન્સફર કરી, બાદમાં માફિયાઓ દ્વારા યુ એસ.ડી.ટી. મારફત મલેશિયા અને ક્યુબાના ઓપરેટર સુધી પહોંચતી કરવામાં આવી હતી. ઉપરાંત, કિરત અને દિવ્યેશ સાઇબર ગેંગ માટે એકાઉન્ટ પૂરા પાડવાના મોટા ખેલાડી હતા.

આઠ લાખની જંગી રકમ આપીને તેઓ ગ્રાહક પાસેથી બેંક કિટ ખરીદતા, સાઇબર માફિયાને આ બંને એકાઉન્ટ વેચવાને બદલે પુરા પાડેલા એકાઉન્ટમાં રકમ જમા થતી, તેમાં બે ટકાનું કમિશન રાખતા. બદલામાં, તેઓ જે એકાઉન્ટ લેતા તેને આધારે 13 ટેકસ્ટાઇલ પેટી ઊભી કરી જી એસ.ટી નંબર પણ કઢાવી લેતા હતા. કમિશન પેટે યુએસડીટી કોઈન પોતાના વૉલેટમાં લેતા, જે બજારમાં વેચી રોકડી કરી લેતા હતા. પોલીસને આ બંનેના પાંચ વોલેટ માળ્યા હતા. કિરતનું બેંક એકાઉન્ટ તપાસતાં દોઢ કરોડ જેટલું ટ્રાઝેક્શન મળ્યું હતું.