પોલીસ સ્ટેશનના સફાઈકર્મીની 3 દીકરીઓના લગ્નમાં પોલીસે નિભાવી મામાની ફરજ, મામેરામાં આપ્યા 1.11 લાખ રૂપિયા અને ઘણું બધું

Police’s noble work at wedding: રાજસ્થાનના દૌસા જિલ્લાના લાલસોટ પોલીસ સ્ટેશનની પોલીસે માનવતા દીપી ઊઠે એવું કાર્ય કર્યું છે. પોલીસ સ્ટેશનમાં 22 વર્ષથી સફાઈનું કામ કરી રહેલ (Police’s noble work at wedding) સુનીતાદેવી વાલ્મિકીની 3 દીકરીઓના લગ્ન 30 એપ્રિલના રોજ થયા હતા. આ પ્રસંગે પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓએ મામેરુ લઈ સુનીતાના ઘરે પહોંચ્યા હતા.

પોલીસ સ્ટેશનના પ્રભારી શ્રી કિશન મીણાએ જણાવ્યું કે સુનીતાની આર્થિક પરિસ્થિતિને જોતા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓએ પોતાના પગારમાંથી પૈસા ભેગા કરી અને મામેરામાં 1.11 લાખ રૂપિયા રોકડા, દીકરીઓ માટે સાડી, વરરાજા માટે શૂટ, પરિવારના તમામ સભ્યો માટે કપડાં, વાસણ અને અન્ય જરૂરી સામાન આપ્યો હતો.

પોલીસકર્મીઓ સુનીતાના ઘરે પહોંચ્યા અને બહેનની જેમ સાડી ઉડાવી ભાતની રસમ નિભાવી હતી. ત્યારબાદ મહિલાઓએ મંગળ ગીતો ગયા હતા અને તમામ પોલીસ કર્મીઓને આ રિવાજમાં ભેળવ્યા હતા. સુનીતાએ પણ પોલીસને પોતાના પરિવારના સભ્યો માનતા, તેમને લગ્નમાં બોલાવ્યા હતા.

પોલીસનો આવો ચહેરો જોઈ બધા લોકો આશ્ચર્યચકિત
હરીજન મોહલ્લામાં જેવા પોલીસકર્મીઓ મામેરુ લઈને પહોંચ્યા ત્યારે લોકો જોતા રહી ગયા હતા. પોલીસના આ માનવતા પૂર્ણ પગલાની ચર્ચા અને વખાણ ચારે તરફ થઈ રહ્યા છે. મુખ્ય અધિકારીનું કહેવું છે કે સુનિતા અમારા પરિવારની જ સભ્ય છે, એના તમામ સુખદુઃખમાં અમે તેની સાથે છીએ.