Surat Spa News: સુરત પોલીસ દ્વારા મસાજ પાર્લરની આડમાં ચાલતા ગોરખ ધંધા સામે અનેક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે ફરી એક વાર અડાજણ વિસ્તારમાંથી અડાજણ પોલીસે(Surat Spa News) રેડ કરી દેહવ્યાપારનો ગોરખધંધો ચલાવતા ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્પા મસાજની આડમાં દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવનાર ઈસમની ધરપકડ
મળતી માહિતી અનુસાર અડાજણ પોલિસે બાતમી મળી હતી કે અડાજણ ભૂલકા ભવન જલારામ હોન્ડાના શોરૂમ પાસે આવેલી એક દુકાનમાં સ્પા મસાજ ની આડમાં મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવે છે.
બાતમીના આધારે અડાજણ પોલિસે ડમી ગ્રાહક મોકલી આ વાત ની ખરાય કરી હતી. ત્યાર બાદ પોલીસે મસાજ પાર્લર પર રેડ કરી એક મહિલા સહિત સ્પાના સંચાલકને ઝડપી પાડ્યો હતો. માહિતી અનુસાર અડાજણ પોલીસે આલમ ઉર્ફે રોબી દુલાલ શેખની ધરપકડ કરી છે. ત્યારે પકડાયેલા આરોપીની પૂછરછ કરતા જાણવા મળ્યું કે આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો છે, અને અહીં સંચાલક તરીકે નોકરી કરે છે.
પોલીસની પૂછપરછમાં સ્પાનો માલિક મયુરભાઈ નાઈ છે. જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.આ સાથે જ પોલિસે દેહવ્યાપરના ધંધામાં ફસાયેલી મહિલાઓનું રેસ્ક્યું કર્યું હતું. હાલ તો પોલીસે સ્પાના માલિકને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App