ફૂટપાથ પર સુતેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ ચોરી લીધો મોબાઈલ, વિડીયો વાયરલ થતા…

કાનપુર(Kanpur): સામાન્ય રીતે પોલીસ(Police) જનતાની સુરક્ષા કરે છે. જો કે, કેટલીકવાર પોલીસકર્મીઓની ક્રિયાઓ આ અપેક્ષા વિરુદ્ધ જાય છે. કાનપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે ફરી એકવાર પોલીસની છબી ખરડાઈ છે. અહીં એક પોલીસકર્મીએ દુકાનની બહાર સૂતેલા યુવકના ખિસ્સામાંથી મોબાઈલની ચોરી કરી હતી. જોકે આ ઘટના CCTVમાં કેદ થઈ રહી છે તે અંગે પોલીસકર્મીને જાણ નહોતી. તેથી હાલ આરોપી પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, આ ઘટના કાનપુર આઉટરના મહારાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. CCTVમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ રાત્રે દુકાનની બહાર ચાદર ઓઢીને સૂઈ રહ્યો છે. આ દરમિયાન બે પોલીસકર્મી રસ્તા પરથી પસાર થતા જોવા મળે છે. એક પોલીસકર્મી દુકાનની બહાર સૂતેલી વ્યક્તિ તરફ આગળ વધે છે અને ચાદર ઓઢીને સૂતેલી વ્યક્તિ પાસે જાય છે. આ દરમિયાન અન્ય પોલીસકર્મી પણ તેની પાસે પહોંચે છે. જોકે, ત્યાં સુધી પોલીસકર્મી ચાદરમાંથી મોબાઈલ કાઢી લે છે. આ પછી બંને ફરાર થઈ જાય છે.

આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જે બાદ એસપીએ આરોપી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે. જો કે આ પછી પણ લોકો પોલીસની કાર્યશૈલી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *