પોલીસના સમર્થનમાં ‘આપ’ આવ્યું મેદાનમાં, ગ્રેડ પેની માંગ સાથે શરૂ થયેલા પોલીસ આંદોલનમાં AAPની એન્ટ્રી

સુરત(Surat): પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પે ગ્રેડની માંગણી સાથે શરૂ થયેલા આંદોલન(Police movement)માં હવે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)એ એન્ટ્રી મારી દીધી છે. આમ આદમી પાર્ટી…

સુરત(Surat): પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પે ગ્રેડની માંગણી સાથે શરૂ થયેલા આંદોલન(Police movement)માં હવે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)એ એન્ટ્રી મારી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પોલીસના હક્ક અને અધિકાર માટે પોલીસના સમર્થનમાં આવીને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે.

આ આવેદન પત્રમાં કેટલાક મહત્વના મુદ્દાઓની નોંધ કરવામાં આવી છે. જે મુદ્દામાં પોલીસનો પગાર વધારવા, પોલીસની બદલીમાં રાજકીય દખલગીરી બંધ કરવા, પોલીસને બિનજરૂરી ટાર્ગેટ આપવાનું બંધ કરવા, એસ.આર.પીને જિલ્લા વાઈઝ સ્થાયી કરવા, મહિલા પોલીસને મકાન ફાળવણીમાં પ્રાથમિકતા આપવા તેમજ કચેરીમાં પ્રાઈવસી આપવા, પોલીસનું યુનિયન બનાવવા સહિતના મુદ્દે ઉગ્ર રજૂઆત પોલીસ કમિશનર અને ગુજરાત સરકારને કરવામાં આવી છે.

પોલીસના સમર્થનમાં આપ આવ્યું મેદાનમાં: રાજ્યની સુરક્ષા અને સલામતીમાં પોલીસનો ખુબ મોટો ફાળો રહ્યો છે. ગુજરાત પોલીસના કારણે આપણે તહેવારો અને પ્રસંગોની ઉજવણી જોશ અને ઉત્સાહપૂર્વક કરી શકીએ છીએ. આજે ગુજરાત પોલીસનું ઋણ અદા કરવા આમ આદમી પાર્ટી મેદાનમાં આવીને સમર્થન કરી રહી છે.

મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવે- આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવતા કહ્યું કે, જો ગુજરાતની પોલીસના અધિકારોનું જ હનન થતું હોય તો પછી ગુજરાતની જનતાના અધિકારોની વાત કરવાની જ રહી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સૌ લોકોના અધિકાર અને હક્ક માટે લડતી પાર્ટી છે. જે વ્યક્તિ કે સમૂહના અધિકારોનું હનન થતું હશે ત્યાં આમ આદમી પાર્ટી હંમેશા મજબૂત બનીને અવાજ ઉઠાવશે અને મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે તમામ પ્રયત્નો કરશે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓના માધ્યમ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે, પોલીસના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે. જો સરકાર દ્વારામુદ્દાઓનું નિરાકરણ લાવવામાં નહી આવે તો આગામી દિવસોમાં પોલીસના અધિકારો માટે આમ આદમી પાર્ટી આંદોલન ઉપર ઉતરવાની ફરજ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *