આજે અમે એક એવી નાયાબ શોધ વિષે જાણકારી આપી રહ્યા છીએ જેનાથી ભવિષ્યમાં AC કુલર જેવા સાધનો કદાચ તમે નહી વાપરો. આજકાલ એવા એવા સંશોધન થાય છે કે જેથી આવનાર દિવસો માં ગરમી ની સમસ્યા સરળતા થી ઓછી થઈ શકે છે. કોલોરાડો યુનિવર્સિટીના બે વૈજ્ઞાનિક રોંગ્ગૂઈ યૈંગ અને જિયાબો યિન દાવો કરે છે કે તેમણે એક ખાસ ફિલ્મ એટલે કે પ્લાસ્ટિક રેપ તૈયાર કરી છે. જેને ઘરમાં લગાવશો તો અંદરનું તાપમાન ઠંડુ રહેશે. આ કાગળ લગાવવાથી તમારે AC કુલર લગાવવાની જરૂર નહિ પડે.
આ ફિલ્મ રેડિએટિવ કૂલિંગ પ્રોસેસ દ્વારા કામ કરે છે. દાવા મુજબ આ ફિલ્મના ઉપયોગમાં કોઈ વીજળીનો ઉપયોગ થતો નથી. ફિલ્મને બિલ્ડિંગ , ઘર કે ઓફિસમાં પણ લગાવી શકાય છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ફિલ્મનો ઉપયોગથી રૂમની અંદરનું તાપમાન ઘટાડી ઠંડકનો અહેસાસ થાય છે.
ફિલ્મ કઈ રીતે તૈયાર કરવામાં આવી.
વૈજ્ઞાનિકોએ આ ફિલ્મ polymethylpentene નામના પદાર્થમાંથી બનાવેલ છે. જેમાં કાચના નાના ટુકડા મિશ્ર કરવામાં આવ્યા છે. આ સીટની એક તરફ સિલ્વરની કોટિંગ કરવામાં આવે છે જે સૂર્યના કિરણોને રિફ્લેક્ટ કરવાનું કામ કરે છે. વૈજ્ઞાનિકોની ટીમની વાત માનો તો 20 સ્ક્વેયર મીટરની આ ફિલ્મ એક ઘરનું તાપમાન અંદાજે 20°C પર લાવી શકે છે જો બહારનું તાપમાન 40°C થી ઓછું હોય તો.
આ રોલને રોલ ટૂ રોલ મેકિંગ ટેક્નોલોજીથી પણ તૈયાર કરી શકાય છે. કિંમતની વાત કરીએ તો એક સક્વેયર મીટરની ફિલ્મ અંદાજીત 50 અમેરિકી સેંટ (અંદાજીત 32 રૂપિયા) કિંમત થાય છે.
ગ્લોબલ વોર્મિંગમાં પણ સહાયક
દુનિયાભરમાં ઝડપથી ગ્લોબલ વોર્મિંગનું જોખમ કુદકે ને ભૂસકે વધી રહ્યું છે. તેને ધ્યાનમાં લયને આ ફિલ્મ ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે. એસી અને કૂલર જેવા સાધનો માટે તમારે વીજળીની જરૂર પડે છે. જ્યારે આ ફિલ્મ લગાવ્યા પછી કોઈ વીજળી જરૂર પડતી નથી. જોકે દુખની વાત એ છે કે આ કાગળ હજુ ભારતમાં મળતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.