71 વર્ષના રાષ્ટ્રપતિએ સમુદ્રમાં ડૂબી રહેલી મહિલાઓનો જીવ બચાવ્યો, જુઓ વિડિયો

પોર્ટુગલના રાષ્ટ્રપતિએ પોતાની બહાદુરી અને માનવતાથી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યા છે. 71 વર્ષના રાષ્ટ્રપતિએ શનિવારે બીચ ઉપર ડૂબી રહેલી બે મહિલાઓનો જીવ બચાવ્યો હતો. આ સાહસિક કાર્ય માટે રાષ્ટ્રપતિની દુનિયાભરમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ છોકરીઓ ની હોડી પલટી ખાઈ ગઈ હતી અને તે પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહી હતી.

ત્યારબાદ રાષ્ટ્રપતિ એ તાત્કાલિક તરીને તેની પાસે પહોંચી ગયા અને અન્ય એક વ્યક્તિની મદદથી તેનો જીવ બચાવ્યો. જાણકારી અનુસાર રાષ્ટ્રપતિ આ દિવસોમાં તે વિસ્તારમાં રજા ઉપર છે જેથી દેશના પર્યટન સેક્ટરમાં ફરીથી ગતિ આપી શકાય. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે મહિલા પાસના જ એક સમુદ્રમાં મોજાં વચ્ચે ફસાઇ ગઇ હતી.

આ દરમિયાન સમુદ્ર માં વિશાળ મોજાઓ ઉછળવા લાગ્યા. આ અકસ્માત દરમિયાન આ મહિલાઓએ દરિયાનું ઘણું પાણી પીવાય ગયું હતું.

તેમણે કહ્યું કે સમુદ્રમાં આવી રહેલા ઊંચા મોજાને કારણે તે મહિલાઓ તરી શકતી નહોતી. આ પૂરી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે ૭૧ વર્ષીય રાષ્ટ્રપતિએ છોકરીમહિલાઓનો અવાજ સાંભળી તરત સમુદ્રમાં કૂદી ગયા અને તરીને તેમની પાસે પહોંચી ગયા. ત્યારબાદ એક હોડીની મદદથી એક વ્યક્તિ ત્યાં પહોંચ્યો. આ બધાએ સાથે મળીને મહિલાઓને બહાર કાઢી. રાષ્ટ્રપતિએ હોડી લઈને આવનાર વ્યક્તિને દેશભક્ત જાહેર કર્યો હતો.

સાથે જ તેમણે મહિલાઓને સલાહ આપી કે ભવિષ્યમાં સમુદ્રમાં હોડી ચલાવતી વખતે વધારે ધ્યાન રાખે. રાષ્ટ્રપતિને હૃદયની બીમારી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે મહિલાઓ હજુ બરાબર તરવાનું નથી જાણતી. તેમણે કહ્યું કે આવા ઉછળતાં મોજાઓ માં ભલભલા તરવૈયા પણ થાપ ખાઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *