સોશિયલ મીડિયામાં ફોટો, વીડિયો અપલોડ કરવાનું પરિણામ કેવું ભયજનકહોય શકે, તેનો એક કિસ્સો મુંબઈમાં સામે આવ્યો છે. આરોપ છે કે, અહીં 22 વર્ષીય એક યુવક સાથે ચાર નરાધમોએ કુકર્મ કર્યું અને આ આરોપીઓમાં એક સગીર છે. પીડિત યુવક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રેહતો હતો અને નિયમિતપણે પોતાના વીડિયો અપલોડ કરતો હતો. અહીંથી ચારેય આરોપીએ તેના પર નજર રાખી હતી. ત્રણેય આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલાયા છે જ્યારે એક સગીરને બાળ સુધાર ગૃહમાં મોકલાયો છે. પીડિત યુવક સાથે રવિવારે રાત્રે ચાલુ કારમાં કુકર્મ કરવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓ પ્રમાણે વીબી નગર પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો છે. પીડિત યુવક રવિવારે એક રેસ્ટોરન્ટની બહારથી પોતાની સેલ્ફી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી અને આરોપીઓ તેના ફોલોઅર્સ હતા તેથી તેમને નોટિફિકેશન મળી અને તરત આરોપીઓ તે સ્થળે પહોંચી યુવકને કહ્યું કે, તેઓ તેના ફેન છે અને શરૂઆતની વાતચીત બાદ બાઈક રાઈડ અને સિગારેટની ઓફર કરી.
પીડિત યુવકને 20 મીનિટ સુધી બાઈક પર ફેરવ્યા બાદ તેને એરપોર્ટ પાસેની એક હોટલમાં લઈ જવાયો ત્યાં તેને એક કારમાં બળજબરીપૂર્વક બેસાડી દેવામાં આવ્યો અને કુકર્મ કર્યું. ત્રણ કલાક સુધી કાર ચાલતી રહી અને પછી સોમવારે રોડ પાસે છોડી દેવામાં આવ્યો અને ત્યાંથી પીડિતે ઘરવાળાને ફોન કરી જાણ કરી.
જે બાદ પરિવારે પોલીસ સ્ટેશન જઈ IPC કલમ 377 હેઠળ ફરિયાદ નોંધાવી. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી. વીબીનગર પીએસઆઈએ જણાવ્યું કે, અભિયુક્ત 16 ડિસેમ્બરે સુધી પોલીસ કસ્ટડીમાં છે. અમે આ મામલે આગળ તપાસ કરી રહ્યાં છીએ અને હોસ્પિટલના રિપોર્ટની રાહ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.