રામ’ બાદ હવે ભગવાન ‘વિષ્ણુ’ બનશે પ્રભાસ, ‘પ્રોજેક્ટ K’ની સ્ટોરી થઈ લીક… ખુલ્યું આ મોટું રહસ્ય

Prabhas plays lord vishnu in project k: હજુ હમણાં થોડા સમય પહેલાં જ એક્ટર પ્રભાસની ફિલ્મ આદિપુરુષ રીલિઝ થઇ હતી અને અનેક વિવાદોમાં ફસાઈ ગયી હતી, પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે ભગવાન રામનો રોલ કર્યા પછી પ્રભાસ તેની પોતાની આવનારી ફિલ્મમાં ભગવાન વિષ્ણુનો રોલ કરવા જઈ રહ્યા છે. પ્રભાસ નાગ અશ્વીનના ડિરેક્ટશનમાં(Prabhas plays lord vishnu in project k) બની રહેલી ફિલ્મ ‘Project K’માં ભગવાન વિષ્ણુનો રોલ કરવા જઈ રહ્યા છે.

કેટલાંક મીડિયા રિપોર્ટસમાં આ ફિલ્મની બેઝીક સ્ટોરી વિશે જાણકારી સામે આવી રહી છે. Project Kનેઆજના યુગમાં બનતી સાયન્સ-ફિક્શન ફિલ્મ તરીકે વર્ણવવામાં આવી રહી છે. પરંતુ આ ફિલ્મમાં પૌરાણિક એંગલ પણ રહેવાનો છે.

એક્ટર પ્રભાસનું પૂરું નામ Suryanarayana Prabhas Raju Uppalapati Venkata છે, પરંતુ લોકો તેને પ્રભાસના નામથી જ ઓળખે છે. એક મીડિયા વેબસાઇટના રિપોર્ટ મુજબ Project Kમાં પ્રભાસ ભગવાન વિષ્ણુની ભૂમિકા ભજવશે. જેવી રીતે ભગવાન વિષ્ણુ દરેક યુગમાં પાપીઓનો નાશ કરવા માટે જન્મ લેતા હતા. જે યુગમાં Project K બની રહી છે તેમાં પ્રભાસ વિષ્ણુના અવતારનો રોલ કરશે. આ ફિલ્મમાં પ્રભાસ એક સુપર હાઇટેક હીરો હશે, જે આધુનિક હથિયારો સાથે સજ્જ થઇને વિલનનો મુકાબલો કરશે. આ ફિલ્મમાં વિલનનો રોલ સાઉથ જગતના જાણીતા કમલ હસન કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

મુળભૂત રીતે ‘Project K’ સ્ટોરી આમ તો અનિષ્ટ પર ભલાઇની જીત વાળી લાઇન પર જ છે.પરંતુ તેમાં અનેક ટ્વીસ્ટ પણ જોવા મળી શકે છે. સાયન્સ ફિક્શનના રસ્તે થઇને આ ફિલ્મ પૌરાણિક કથા અને ફેન્ટસીને પણ ર્સ્પશ કરશે. આ ફિલ્મને એકદમ મોટા લેવલ પર બનાવવામાં આવી રહી છે અને જાણવા મળેલી માહિતી અનુસાર ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા છે.

વાત કરીએ તો બજેટ, બધું બરાબર છે. આ સમગ્ર મામલો ફિલ્મ ડિરેકટર તેની સાથે કેવી રીતે વર્તે છે તેના પર આવીને અટકે છે. લગભગ આ બધા ગુણો ‘આદિપુરુષ’માં પણ હતા. પરંતુ તેને સારી ફિલ્મ માનવામાં આવી ન હતી. કારણ કે દિગર્દશન સ્તરે અનેક ખામીઓ પણ હતી. જો નાગ અશ્વિન આ વિષયને યોગ્ય રીતે સંભાળે તો ‘Project K’માં ઘણો અવકાશ છે. નાગ અશ્વિન અગાઉ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘મહાનતી’ બનાવી ચૂક્યા પણ છે.

‘Project K’માં પ્રભાસની સાથે બીજા અન્ય એક્ટર અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, દિશા પટણી અને કમલ હસન જેવા ધૂંરધર કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ 12 જાન્યુઆરી 2024માં રીલિઝ થવાનું અત્યારે શિડ્યુલ છે. પરંતુ એ ફિલ્મના આગલા દિવસે મહેશ બાબુની ગુંતુર પણ રીલિઝ થવાની છે, એટલે તારીખમાં ફેરફાર પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *