પ્રવીણ ભાલાળા અને તેની કામવાળી દક્ષા પર હનીટ્રેપ કરી 14 લાખની ખંડણીની ફરિયાદ

Praveen Bhalala Surat News: સુરતમાં સમાજસેવક પ્રવીણ ભાલાળા ઠગબાજ નીકળ્યો છે અને અન્ય 4 લોકોએ ભેગા મળીને વૃદ્ધો સાથે રૂપિયા 6.16 કરોડની ચિટીંગ (Praveen Bhalala Surat News) કરી હોવાની વાત સામે આવી હતી અને ત્યારબાદ બાદ હવે પ્રવીણ ભાલાળા અને અન્ય એક દક્ષા નામની મહિલા સામે હની ટ્રેપ કરીને 14 લાખ પડાવ્યાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જો કે સાયબર ફ્રોડના કેસમાં પ્રવીણ ભાલાળા નું નામ આવતા તે હાલ ભાગતો ફરી રહ્યો છે.

સમાજસેવક પ્રવીણ ભાલાળા સામે હનીટ્રેપની ફરિયાદ દાખલ
આ સમગ્ર ઘટનામાં સમાજસેવક પ્રવીણ ભાલાળા પરિવાર સાથે ફરાર થઈ ગયો છે,છેતરપિંડીના 6.16 કરોડમાંથી 15 લાખ પ્રવીણને મળ્યા હોવાની વાત સામે આવી છે,તો બીજી તરફ 2014-15માં લેસ પટ્ટીના વેપારી સામાજિક આગેવાન પ્રવીણ ભાલાળાના સંપર્કમાં આવ્યો હતો. લેસ પટ્ટી એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રવીણ ભાલાળાને નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો વેપારી તેના સંપર્કમાં આવ્યો હતો. પુણાગામ ખાતે આવેલી પ્રવીણ ભાલાળાની ઓફિસ પર લેસ પટ્ટીનો વેપારી અને તેના મિત્રો માત્ર બેસવા જતા હતા.

સમગ્ર હનીટ્રેપકાંડ આ રીતે રચ્યો
દરમિયાન 2015ના ઓગસ્ટ મહિનામાં એક મહિલાએ દિવ્યા ઉર્ફે દક્ષા તરીકે પોતાનો પરિચય આપીને ફોન ઉપર લોનના બહાને વાતચીત કરી હતી જે બાદ એક અઠવાડિયા બાદ દિવ્યા ઉર્ફે દક્ષાએ બે બિભત્સ વીડિયો વોટ્સએપ પર મોકલ્યા હતા. ત્યારે પણ વેપારીએ કોઈ રીપ્લાય આપ્યો નહોતો.વેપારીએ દિવ્યા નામની મહિલા યુગલ રોમાન્સ માણતા હોઈ તેવા 2 વીડિયો કલીપ મોકલે છે તે વાત પ્રવિણ ભાલાળાને કરી હતી વેપારી આવતા જ દક્ષાએ ફરવા જવાનુ કહેતા વેપારી કારમાં બેસાડીને પુણાગામ કેનાલ રોડ થઈને કામરેજ-વાવ બાજુ ગયા હતા ત્યારે દક્ષાએ આપણે હોટલમાં રૂમમાં જઈએ ત્યાં વાત કરીએ તેમ કહેતા નજીકમાં ગણેશ હોટલમાં ગયા હતા.

આ દરમિયાન આ વેપારી સાથે બીભીસ્ત ફોટા પડાવી લીધા હતા.જે બાદ વેપારીને ફોન કરીને વારંવાર પોલીસ બનીને આ ચીટર લોકો હેરાન કરીને બ્લેકમેલ કરતા હતા. આ સાથે જ વેપારી પાસે 25 લાખ રૂપિયાની માંગ પણ કરી હતી બાદમાં વેપારીએ આ અંગે મિત્ર હોવાના નાતે પરવીન ભાલાળાને જાણ કરી હતી.પ્રવીણ ભાલાળાએ મધ્યસ્થી કરીને 25 લાખમાંથી ઓછા કરાવવા માટેનું જણાવીને વેપારીને વિશ્વાસમાં લીધો હતો. અંતે 14 લાખમાં સમાધાન થશે તેવું કહેતા વેપારીએ પોતાના મિત્ર અને બેન્ક એકાઉન્ટ માંથી તમામ રૂપિયા ઉપાડીને પ્રવીણ ભાલાળાને 14 લાખ રૂપિયા આપ્યા હતા.

વેપારીને પ્રવિણભાઇ ભાલાળા ઉપર શંકા જતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વેપારીને હનીટ્રેપનો શીકાર કરનાર દિવ્યા ઉર્ફે દક્ષા પ્રવિણભાઈ ભાલાળાને ત્યાં જ કામ કરે અને પ્રવિણભાઇ ભાલાળા દિવ્યા ઉર્ફે દક્ષા અને અન્ય છોકરીઓ સાથે મળીને આવા પ્રકારના જ કામ કરે છે. તેમછતાં વેપારીએ પોલીસ ફરિયાદ ન કરી પરંતુ પરવીન ભાલાળા પર છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીની કેસ દાખલ થતા તેઓ હિંમત કરીને આ અંગે ફરિયાદ કરવા વરાછા પોલીસ મથક પહોંચ્યા હતા.

સમાજસેવક પ્રવીણ ભાલાળા પરિવાર સાથે ફરાર
પોલીસ પ્રવીણ ભાલાળાને પકડવા તેના વતન ખાતે ગઈ હતી. પરંતુ તેનો હજુસુધી કોઈ અતોપતો નથી. આ ગુનામાં હજુ પ્રવીણના મળતિયાઓના નામ બહાર આવવાની આશંકા વર્તાઈ રહી છે.