7 વર્ષમાં 7 વાર બની આ શિક્ષિકા ગર્ભવતી. તેનું કારણ સામે આવ્યું ખુબ જ ચોંકાવનારું…

મિત્રો આજે અમે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે ચોંકી તો જશો પરંતુ આશ્વર્ય પણ એટલો જ થશે. જી હા મિત્રો. વાત જ કંઈક એવી છે. આજે અમે તમને બિહારની એક મહિલા શિક્ષિકા અને અધિકારીઓ વિશે જણાવશું. તેણે પોતાના સ્વાર્થ માટે જે કર્યું તે ખુબ જ અજુગતું હતું. તો ચાલો જાણીએ કે એવું તો શું કર્યું છે.

મિત્રો કોઈ સ્ત્રી જો શિક્ષિકાની નોકરી કરતી હોય તો તેને અમુક પ્રકારની સમુક સમયે છૂટછાટ આપવામાં આવતી હોય છે. જેમ કે કોઈ સ્ત્રી સરકારી નોકરી કરતી હોય તો તેને લગ્ન બાદ જો પ્રેગનન્સી રહે તો મર્યાદિત સમય માટે તેને નોકરી માંથી રજા મળે છે અને તેનો પગાર પણ આવતો રહે છે. પણ આજે લોકો આ મળતા લાભનો ગેરફાયદો ઉઠાવતા હોય છે.આજે અમે જે ઘટના જણાવીશું તે સાંભળી તમે દંગ રહી જશો.

આ શિક્ષિકા લગભગ સાત વર્ષમાં સાત વાર ગર્ભવતી થઇ હતી. આ વાત સાંભળીને કોઈ પણ વ્યક્તિ વિચારમાં પડી જાય. કેમ કે આજકાલ લોકો એક સંતાન બાદ બીજા સંતાનની આશા નથી રાખતા. કેમ કે આજની મોંઘવારી સામે લડીને બાળકોને ઉછેરવા ખુબ જ મુશ્કેલી વાળું કામ છે. પરંતુ આ શિક્ષિકા સાત વરસમાં સાત વાર પ્રેગ્નેન્ટ થઇ ગઈ. તેનું સાચું કારણ જે સામે આવ્યું તે તેના કરતા પણ વધારે ચોંકાવનારું છે.

આ વાત તો સાંભળીને બધા જ લોકોના હોશ ઉડી ગયા હતા. જ્યારે આ શિક્ષિકાની પ્રેગ્નન્સીનું સાચું કારણ સમાજમાં સામે આવ્યું ત્યારે લોકો પણ ખુબ જ અચરજ પામ્યા હતા. કેમ કે આ મહિલા ખરેખર પ્રેગ્નેન્ટ હતી જ નહી. અને હજુ સુધી મહિલાનો પત્તો જ નથી કે ખરેખર તે શાળામાં ફરજ પર હતી કે નહિ.આ  ઘટના બિહારના સુપૌલ શિક્ષા વિભાગની છે. અહી 50 વર્ષની મહિલાને અધિકારીઓ એ જેનું કોઈ અસ્તિત્વ જ ના હતું  તેવી શાળામાં માત્ર કાગળ પર જ નિયુક્ત કરી દીધી. આ ટીચરને 7 વર્ષથી ગર્ભવતી બતાવવામાં આવી રહી છે અને તેને મેટરનીટી લીવ પર બતાવી પગાર પણ આપવામાં આવતો હતો. અને આ કૌભાંડમાં મોટા અધિકારીથી લઈને ડોક્ટર પણ સામેલ હતા. અને આ લોકોએ 7 વર્ષમાં પગાર રૂપે ૧૫ લાખ જેટલી રકમ પણ સરકાર પાસેથી લુંટી છે. તેથી હવે DEO એ સંબંધિત BEO ને જવાબદાર ગણાવીને નોટીસ ફટકારી છે.

આ ઘટના સુપૌલ જીલ્લા ના પીપરા પ્રખંડ વિસ્તારની છે. અહી BEO (સૂર્યદેવ પ્રસાદ) પર કૌભાંડ કરવાનો આરોપ લાગ્યો છે. કેહવાય છે કે તેમણે મધ્ય વિદ્યાલય હટબરીયાના પદસ્થ ટીચર સુભદ્રા ઠાકુરને 5 જુલાઇ 2017 થી 16 નવેમ્બર 2017 સુધી મેટરનીટી લીવ આપી, અને પછી 17 નવેમ્બર 2017 થી 2 ઓક્ટોબર 2018  સુધી કાર્યરત બતાવીને ફરી 3 ઓક્ટોબર 2018 થી 31 ડિસેમ્બર 2018 સુધી સીક લીવમાં બતાવી અને ફરી જાન્યુઆરી 2019માં કાર્યરત અવધિકમાં પગાર ચૂકવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. DEO અજય કુમાર દ્વારા તેની તપાસ કરવામાં આવી કે આ મહિલા સાત વર્ષમાં સાત વાર કેવી રીતે ગર્ભવતી બની. ત્યારે આ બધો પર્દાફાશ થયો હતો. જયારે DEO અજય કુમારે શાળામાં તપાસ કરી તો રજીસ્ટરમાં સુભદ્રા ઠાકુર નામની વ્યક્તિનું નામ જ ન હતું.

પછી પૂછપરછમાં ખબર પડી કે સુભદ્રા ઠાકુર નામની શિક્ષિકાને બિહારની પ્રાથમિક શાળામાં ટ્રાન્સફર આપવામાં આવ્યું હતું. પણ સત્યતો એ હતું કે આવી કોઈ પ્રાથમિક શાળા પીપરા માં હયાત જ ન હતી. ત્યાની એક શાળાના શિક્ષકે કહ્યું કે અહી કોઈ સુભદ્રા ઠાકુર નામની કોઈ શિક્ષિકા છે જ નહિ. પરંતુ સાત વર્ષ પછી આ શિક્ષિકા અને અધિકારીઓનું જુઠાણું બધાની સામે આવી ગયું હતું.

હાલ આ કૌભાંડ ની પૂછપરછ ચાલી રહી છે અને જે લોકો દોશી પુરવાર થશે તેની સામે કડક કાર્યવાહી થશે. તો મિત્રો સમાજમાં રહેતા આવા દુષણો સાથે શું કરવું જોઈએ શું સજા થવા જોઈએ કોમેન્ટ કરીને  ખાસ જણાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *