વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાની તબિયત લથડી છે. આ પછી તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેમની હાલત સ્થિર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલ હીરા બાની હાલત જાણવા માટે યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની માતા હીરા બાની તબિયત 27 ડીસેમ્બર મંગળવારે ખરાબ થઈ ગઈ હતી. આ પછી તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમના પરિવારના તમામ સભ્યો હોસ્પિટલમાં હાજર છે. હીરા બાને કફની ફરિયાદ હતી.
પીએમ મોદી અમદાવાદ જશે
કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પણ આજે બપોરે તેમને જોવા અમદાવાદ પહોંચશે. આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રશાસને હોસ્પિટલની આસપાસ સુરક્ષા સઘન બનાવી દીધી છે.
હીરા બાની હાલત સ્થિર – હોસ્પિટલ
યુએન મહેતા હોસ્પિટલ વતી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીની માતાને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે.
ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બન્યો હતો, જ્યારે પ્રહલાદ મોદી તેમની કાર લઇ બેંગલુરુથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા. મર્સિડીઝ બેંઝ કારમાં પ્રહલાદ મોદીનાં દીકરા, પુત્રવધૂ અને પૌત્ર પણ પ્રહલાદ મોદીની સાથે હતાં. આ અકસ્માતમાં પ્રહલાદ મોદી, તેમનાં પુત્રવધૂ અને પૌત્રને ગંભીર રીતે ઈજા પહોંચી છે, જ્યારે તેમના દીકરા અને ડ્રાઇવરને સામાન્ય ઈજા થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.