PM Modi resigns: લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે એનડીએને 292 સીટ (NDA) સાથે ગઠબંધન ને બહુમતી મળી ગઈ છે. ગઈકાલે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પોતાની ત્રીજી ટર્મમાં શું કાર્ય કરવાના છે તેની વાત કરીને ફરી એકવાર મોદી(PM Modi resigns) સરકાર બનશે તે વાતને સમર્થન આપી દીધુ હતું.
લોકસભાની (PM Modi resigns) ચૂંટણી પૂર્ણ થયા બાદ બહુમતી પક્ષના નેતાએ રાજીનામું આપવાનું હોય છે અને નવા ચૂંટાયેલા નેતાએ શપથ લેવાના હોય છે ત્યારે આ રીતે અનુસરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું રાજીનામું સોંપી દીધું છે સાથે સાથે જ સમગ્ર મંત્રીમંડળ પણ આ રાજીનામાની સાથે વિસર્જિત થઈ ગયું છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા રાજીનામું (PM Modi resigns) સ્વીકારી લેવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો કોંગ્રેસને 99 બેઠક જ્યારે ઇન્ડિયા બ્લોકને 234 બેઠકો મળી છે. કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોકના નેતાઓ સતત નીતીશકુમાર અને ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ ને પોતાની તરફ આવવા માટે આમંત્રણો આપી રહ્યા છે પરંતુ આ કોઈ વાતમાં આવ્યા વિના નીતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ નરેન્દ્ર મોદીને પોતાનું સમર્થન આપીને પોતાની માંગણીઓ પૂરી કરાવી લેવાના સ્પષ્ટ મૂડ માં છે.
સૂત્રો અનુસાર આ બંને નેતાઓ દ્વારા પોતાના પક્ષમાં નાણામંત્રાલય શિક્ષણ મંત્રાલય સહિતના અગત્યના પોર્ટફોલિયો આવે તેવી માંગણી કરી છે. ત્યારે નરેન્દ્ર મોદી આ પોર્ટફોલિયો આપી દે એવી માંગણી કરી છે. ત્યારે એનડીએ દ્વારા આ માંગણીઓ પૂરી કરીને આ બંને નેતાઓને રાજી રાખશે એવી વાત સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એનડીએ ગઠબંધનના નેતા તરીકે નરેન્દ્ર મોદીની વરણી આજે સાંજ સુધીમાં થઈ જશે અને આઠ તારીખ ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી મોદી ભારતના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લેશે અને તેમનું મંત્રીમંડળ પણ શપથ લેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App