ઉત્તરપ્રદેશમાં 10 હજાર રૂપિયાના દેવાના વિવાદમાં 2 વર્ષની બાળકીની નિર્મમ હત્યા બાદ સોશયલ મીડિયા પર લોકો તેમનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના અલીગઢ જિલ્લાના ટપ્પલની છે. બાળકીની લાશ 2 જૂને ઘરની પાસે કચરાના ઢગમાંથી મળી આવી હતી. તેનો એક હાથ ગુમ હતો અને આંખો બહાર નીકળેલી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. શુક્રવારે તપાસ માટે SIT પણ બનાવાઈ હતી. ઘટના પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ , અભિનેતા આયુષ્માન ખુરાના જેવી તમામ હસ્તીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે કહ્યું કે, બાળકી સાથે દુષ્કર્મ નથી થયું, પરંતુ શ્વાસ રુંધાવાના કારણે તેનું મોત થયું હતું. જો કે પરિવારે દુષ્કર્મની આશંકા વ્યક્ત કરી છે. પોલીસના કહ્યાં પ્રમાણે, આરોપી જાહિદે બાળકીના દાદા પાસેથી 50 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. જેમાંથી 10 હજાર રૂપિયા આપવાના બાકી હતા. બાકીના પૈસા ન આપ્યા હોવાથી બાળકીના દાદાએ જાહિદ સાથે બોલાચાલી કરી હતી. તેને પરિવારને બદલો લેવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ 30 મેના રોજ જાહિદે બાળકીનું અપહરણ કર્યું અને હત્યા કરીને સાથી અસલમની મદદથી લાશને ઠેકાણે પાડી.
રાસુકા અને પોક્સો એક્ટમાં કાર્યવાહીઃ
ADG આનંદ કુમારે જણાવ્યું કે એસપી ગ્રામીણના નેતૃત્વમાં હત્યાની તપાસ માટે SIT બનાવવામાં આવી છે. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી મહત્વના પુરાવાઓ એકઠા કર્યા હતા. બાળ અપરાધ સાથે સંબંધિત પોક્સો એક્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. SSP આકાશ કુલહરિએ કહ્યું કે, આરોપી જાહિદ અને અસલમ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરાવવાનો પ્રયાસ કરશે. ઘટના બાદ 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
માનું દુઃખ- બાળકી સાથે આવું કેમ?–
બાળકીની માતાએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, એક સફાઈકર્મીની સૂચના પર ઘટનાસ્થળે પહોંચીને જોયું તો તેમને દિકરીના શરીર પરથી એક હાથ ગાયબ હતો, એક પગ પણ તૂટેલો હતો. તેની આંખો એસિડથી બળી ગઈ હતી. કોણ જાણે કેમ આરોપીઓએ દિકરી સાથે આવું કર્યું. અમે ઈચ્છીએ છીએ કે આરોપીઓને મોતની સજા મળે. નહીં તો તેઓ 7 વર્ષ બાદ જેલમાંથી છૂટીને ફરી આવુ કૃત્ય કરશે. આરોપીના પરિવારજનોની પણ ધરપકડ થવી જોઈએ.
યોગીના મંત્રી બોલ્યા-
આવી ઘટનાઓ બનતી રહેશેઃ ઉત્તરપ્રદેશ સરકારમાં કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ ટપ્પલ હત્યાકાંડ પર કહ્યું તે, આવી ઘટનાઓ તો બનતી રહે છે. પરંતુ ત્યારબાદ સરકાર કડકાઈથી કામ કરી રહી છે. આ જ કારણ છે કે રાજ્યમાં ગુનાઓનો ગ્રાફ ઓછો થયો છે.
પ્રિયંકા અને રાહુલે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ
The brutal murder in Aligarh is yet another inhuman, unspeakable crime against an innocent child. I cannot even begin to imagine the pain her parents must feel. What has become of us?
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 7, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.