કોમર્સના વિદ્યાર્થીઓ માટે સુરતના પ્રોફેસર ઋતુલ ચલાવી રહ્યા છે ઓનલાઈન ક્લાસ- તમે પણ લ્યો ફ્રીમાં લાભ

સામાન્ય રીતે GPSC-UPSC કે પછી સાયન્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન યુટ્યુબના વિડીયો જોઇને અભ્યાસ કરતા હોય છે પરંતુ સુરતના પ્રોફેસર ઋતુલ સુતરીયાના એક નવતર પ્રયાસને કારણે દક્ષીણ ગુજરાતના હજારો કોમર્સના વિદ્યાર્થીઓ પોતાનો આંકડાશાશ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે. કોમર્સ કોલેજ માં અભ્યાસ કરતા રેગ્યુલર તેમજ એક્ષ્ટર્નલ વિધાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર એક ખુબ જ ઉપયોગી અને અગત્યનો વિષય છે, કોમર્સ કોલેજના પ્રથમ, દ્રિતીય અને તૃતિય વર્ષ માં આંકડાશાસ્ત્ર નો અભ્યાસ કરવામાં આવે છે.

દક્ષિણ ગુજરાત ની તમામ કોમર્સ કોલેજો માં અભ્યાસ કરતા વિધાર્થીઓ આંકડાશાસ્ત્ર સરળતાથી સમજી અને ગણી શકે તે માટે સુરત ની એક કોમર્સ કોલેજના આંકડાશાસ્ત્ર વિષયના અધ્યાપકે સ્વખર્ચે વીડિઓ રેકોર્ડીંગ કરી આંકડાશાસ્ત્ર નાં વિવિધ ચેપ્ટર અનુસાર વીડિઓ યુ ટયુબ પર અપલોડ કરી રહ્યા છે. આંકડાશાસ્ત્ર માં મોટાભાગનો અભ્યાસક્રમ ઇન્ટરનેટ પર અંગ્રેજી માં ઉપલબ્ધ છે ત્યારે માતૃભાષા ગુજરાતીમાં કોલેજનો અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવવાનો આ પ્રથમ પ્રયાસ છે. અત્યાર સુધીમાં પ્રોફેસર સુતારીયાએ ૨૦૦ થી વધુ વિડીયો બનાવીને લાખો વ્યુ મેળવ્યા છે અને વિદ્યાર્થીઓને મફત વિદ્યાજ્ઞાન પીરસ્યું છે. તમે પણ તમારા કોમર્સના મિત્રો કે ભાઈ બહેનને યુટ્યુબમાં Rutulkumar Sutariya સર્ચ કરીને પ્રોફેસરના વિડીયો જોઈ શકો છો.

ભવિષ્યમાં પ્રો. ઋતુલ સુતરીયા કાયદા શાસ્ત્ર, ગુજરાતના ઈતિહાસ અંગેના વિડીયો બનાવીને વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસવાનું આયોજન કરી રહ્યા છે. પ્રોફેસર ઋતુલ સુતરીયાની આ જહેમતને કારણે ગુજરાતના અંતરિયાળ ગામમાં ભણતા વિદ્યાર્થીઓને એક્શટર્નલ અભ્યાસ માં પણ ખુબ મદદ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *