આગામી ચાર દિવસમાં ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલટો, હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી

Published on: 10:48 am, Tue, 24 May 22

આ વર્ષે ઉનાળો(Summer) ખુબ જ ભયંકર રહ્યો છે. આ વર્ષે તાપમાને દરેક રોકોર્ડ તોડ્યા છે. પરંતુ હવે કાળઝાળ ગરમીમાંથી ટૂંક જ સમયમાં રાહત મળશે. ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું(Cloudy weather) થયું છે,. તેમજ રાજસ્થાન (Rajasthan)માં ચોમાસુ ખેંચી લાવતી થર્મલ લો સિસ્ટમ રચાઈ છે, જેની અસરથી રવિવારે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો છે.

થર્મલ લોની અસરથી આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદ(Ahmedabad) સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં 20થી 25 કિલોમીટરની ગતિના પવન ફૂંકાવાની સાથે ભેજ વધતાં વરસાદી છાંટાથી લઈ ઝાપટાંની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. તેથી રાજ્યમાં આકરી ગરમી વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રવિવારે અમદાવાદમાં સવારથી બપોર સુધી ગરમીનું જોર યથાવત્ રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમ છતાં પણ અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.1, લઘુતમ તાપમાન 27.7 ડિગ્રી નોંધાયું હતું.

આ સિવાય ભાવનગરમાં 41.6 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી, રાજકોટમાં 40 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. પરંતુ હવે આ કાળઝાળ ગરમીમાંથી ટૂંક જ સમયમાં રાહત મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 25 મેનાં રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ 25 મેથી થશે, તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

જ્યારે 10 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરુઆત થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગનું કહેવું છે કે, રાજધાની દિલ્હીમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ અને ઝાપટાના કારણે ગરમીથી રાહત મળશે. કેરળમાં 27 મેથી પહેલી જૂન વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ રહેલી છે. હવે 4 થી 5 જ દિવસની અંદર લોકોને આ ભયંકર ગરમીમાંથી રાહત મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.