Prostitution Business: સ્પાની આડમાં ધમધમી રહેલા દેહવ્યાપારના ધંધાનો અવારનવાર પર્દાફાશ થતો હોય છે અને આરોપીની ધરપકડ પણ થતી હોય છે. ત્યારે હવે એવા દેહવ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે જેમાં નામચીન ડોક્ટર અને બિઝનેસમેન પણ શામેલ છે. જો વાત કરવામાં આવે તો છત્તીસગઢ(Chhattisgarh) પોલીસે દુર્ગ(Durg) જિલ્લામાં ચાલી રહેલા દેહવ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, પોલીસે સ્થળ પરથી 9 યુવકોની ધરપકડ કરી હતી અને સ્પામાં કામ કરતી 9 યુવતીઓને છોડાવી હતી. પોલીસે દરોડો પાડતાં જ સ્પા સેન્ટરનો માલિક ભાગી ગયો હતો. તેની શોધમાં પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડી તેની પણ ધરપકડ કરી હતી.
આ સ્પા સેન્ટર ભિલાઈના સૂર્યા મોલમાં ચાલતું હતું. પોલીસને એક બાતમીદાર દ્વારા આ અંગેની માહિતી મળી હતી. આ પછી, એક ટીમ બનાવવામાં આવી હતી અને સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો. આઈપીએસ નિખિલ રાખેચા અને આઈપીએસ વૈભવની ટીમે સ્મૃતિ નગર પોલીસ ચોકી હેઠળના સૂર્યા મોલમાં આવેલા એસન્સ સ્પા સેન્ટરમાં દરોડો પાડ્યો હતો.
આસામ અને બંગાળમાંથી યુવતીઓ લાવવામાં આવી હતી:
ગ્રાહકની માંગણી પર સ્પા સેન્ટરમાં દેહવ્યાપારનું ગેરકાયદેસર કામ ચાલતું હતું. આસામ અને બંગાળની સુંદર યુવતીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવતી હતી. દુર્ગના એસપી ડૉ. અભિષેક પલ્લવે આ ઘટનાનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, સૂર્યા તી મોલ જુનવાણી સ્થિત એસેન્સ સ્પા સેન્ટરમાં વેશ્યાવૃત્તિની ફરિયાદો મળી રહી છે.
ગ્રાહકો અને યુવતીઓ રંગે હાથે ઝડપાઈ:
સીએસપી ભિલાઈનગર નિખિલ રાખેચાના નેતૃત્વમાં પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન સ્પા સેન્ટરમાં અન્ય રાજ્યો, આસામ અને બંગાળમાંથી બોલાવેલી મહિલાઓ દ્વારા ગેરકાયદેસર કામ કરવામાં આવી રહ્યું હતું. દરોડા દરમિયાન ગ્રાહકો અને યુવતીઓ સ્થળ પરથી રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ ગેરકાયદેસર કૃત્યમાં સ્પા સેન્ટરના માલિકની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું.
સ્પાના માલિક, સંચાલક સહીત 9 ની ધરપકડ:
આ કેસમાં એસપી દુર્ગ ડો. અભિષેક પલ્લવે જણાવ્યું કે, સ્પાના માલિક અને સ્પાના સંચાલક મોહમ્મદ શરીફ ખાન સહિત 9 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કાર્યવાહી ચાલી રહી છે. આરોપીઓ સામે બીટીંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્થળ પરથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. સ્પાનો સમય સવારે 10 વાગ્યા સુધીનો હતો, પરંતુ મોડી રાત સુધી ગ્રાહકને બોલાવવામાં આવ્યા હતા. બચાવી લેવામાં આવેલી મહિલાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. માનવ તસ્કરીનો મામલો સામે આવી રહ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.