અહિયાં ધમધમી રહ્યું હતું જુગારધામ અને દેહવ્યાપાર, અચાનક જ પોલીસે દરોડા પાડ્યા તો ૧૨ યુવતીઓ એવી હાલતમાં હતી કે..

હરિયાણા: તાજેતરમાં સોનીપત જીલ્લાના મુરથલ ધાબા પર સીએમ ફ્લાઇંગ દ્વારા દરોડા પાડીને 12 યુવતીઓ અને 12 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ વિદેશી યુવતીઓ સહીત 12 યુવતીઓ અને 3 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે, 9 યુવકો જુગાર રમતા ઝડપાયા છે.

ડીએસપી અજીત સિંહના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલ કાર્યવાહીમાં 6 ધાબા પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાંથી ત્રણમાં વેશ્યાવૃતિ અને એકમાં જુગારધામ ચાલતું હતું. હકીકતમાં, બુધવારે મોડી રાત્રે સોનીપતનાં મુરથલ ધાબામાં વેશ્યાવૃત્તિ અને ડ્રગના વેપારની ફરિયાદો સીએમ ફ્લાઇંગના અધિકારીઓને મળી હતી.

આને કારણે સીએમ ફ્લાઇંગના ડીએસપી અજિતસિંહની આગેવાની હેઠળ ત્રણ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.  સીએમ ફ્લાઇંગની ટીમ રાત્રે 9 વાગ્યે મુરથલ ધાબે પહોંચી હતી. આ ટીમનું નેતૃત્વ ડીએસપી અજિતસિંહ અને એસડીએમ સોનીપત દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

ટીમે મુરથલમાં હેપ્પી, રાજા અને હોટલ વેસ્ટ ઇન ધાબા પર દરોડા પાડ્યા હતા. અહીંથી 12 યુવતીઓ સહિત ત્રણ યુવકો મળી આવ્યા હતા. તેઓ દેહવ્યાપારનો કરતા હતા. 9 છોકરીઓ દિલ્હીની છે, જ્યારે એક છોકરી ઉઝબેકિસ્તાન, તુર્કી અને રશિયાની છે.

આ ઉપરાંત, બ્રાઉન સ્ટોન ધાબા પર એક ટીમે દરોડો પાડ્યો હતો. ત્યાંથી 12 યુવકો જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસેથી 1.63 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. સીએમ ફ્લાઇંગની કામગીરી દરમિયાન અનેક ધાબાઓ પર પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. તેમ છતાં મોટાભાગના ધાબાઓમાં નાસભાગ મચી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *