સિવિલે કોરોનાગ્રસ્ત મહિલાનો મૃતદેહ આપ્યો પણ સોનાના દાગીના, રોકડ રૂપિયા ચોરાયા- સિવિલ તંત્ર ઊંઘતું ઝડપાયું

હાલમાં કોરોનાની બીજી લહેર એ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યના કેટલાંક શહેરોમાં તો હોસ્પિટલ તો શું એક બેડ પણ ખાલી નથી પડ્યો. આવી ને…

હાલમાં કોરોનાની બીજી લહેર એ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યના કેટલાંક શહેરોમાં તો હોસ્પિટલ તો શું એક બેડ પણ ખાલી નથી પડ્યો. આવી ને આવી સ્તિથી રહી તો રાજ્યના સુરત શહેરમાં કાળ ફરી વળતાં સહેજ પણ વાર નહીં લાગે. હાલમાં એક સમાચાર સામે આવ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, આ મહિલાએ પહેરેલા સોનાના દાગીના અને રોકડ સાથેનું તેનું પર્સ મૃતદેહની સાથે પરિવારજનોને આપવામાં આવ્યા ન હતા અને શોધી આપીશું તેવા જવાબો આપી પરિવારજનોને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા હતા. આ મામલાને બે દિવસ વીતી જવા છતાં સોનાના દાગીના પરત નહીં મળતા છેવટે મૃતકના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

હંસરાજનગરમાં રહેતા મીનાબેન જિતેન્દ્રભાઇ હાથીને તા.2ના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, કોરોનાગ્રસ્ત મીનાબેનની સ્થિતિ સારવાર દરમિયાન સારી હતી અને તેઓ પોતાની પાસે રહેલા મોબાઇલથી પરિવારજનો સાથે વીડિયો કોલમાં વાતચીત પણ કરતા હતા.

પરંતુ તા.5ના રોજ તબિયત બગડતા તેઓ બેભાન થઇ ગયા હતા. આ દરમિયાન તેમનો મોબાઇલ બંધ કરી દેવામાં આવ્યો હતો. તા.7ના સવારે 11 વાગ્યે મીનાબેનનું મૃત્યુ થયાની હોસ્પિટલ સ્ટાફ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને તા.8ના સવારે 4 વાગ્યે અંતિમવિધિ માટે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

મૃતક મીનાબેનના ભત્રીજા ગાયકવાડીમાં રહેતા ભાવિક પંકજભાઇ હાથી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તેના કાકી મીનાબેન હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેમણે સોનાનો ચેઇન, મગમાળા, નાકની ચૂંક પહેરી હતી, તેમજ તેમની પાસે રોકડા રૂ.4 હજાર સાથેનું પર્સ પણ હતું. હાથી પરિવારે મૃતદેહ સંભાળ્યો ત્યારબાદ આ અંગે પૂછપરછ કરતાં કોવિડ કન્ટ્રોલરૂમના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું કે, વોર્ડ ઇન્ચાર્જ વિજય વાઘેલા તપાસ કરીને આપી દેશે તેમ કહ્યું.

હાલમાં અંતિમવિધિ કરાવી નાખો તેવો જવાબ મળ્યો હતો, હાથી પરિવારે મીનાબેનની અંતિમવિધિ કરી હતી અને બીજા દિવસે દાગીના અને રોકડ સાથેના પર્સની પૂછપરછ કરવા ગયા ત્યારે કોવિડ કન્ટ્રોલરૂમમાંથી યોગ્ય જવાબ મળ્યો ન હતો અને બે દિવસ ધક્કા ખાવા છતાં હાથી પરિવારને મૃતકના દાગીના મળ્યા ન હતા જેથી આખરે આ અંગે પોલીસમાં અરજી કરાવવામાં આવી છે.

મૃતકના ભત્રીજા સિવિલ હોસ્પિટલના ધક્કા ખાય છે
મીનાબેન હાથી નામની મહિલાનું સારવાર દરમિયાન મોત થતા 8 એપ્રિલે તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ત્યારે મહિલા પાસે રહેલા સોનાના દાગીના અને રોકડ રૂપિયા ગુમ હતા તેવો આક્ષેપ પરિવારે કર્યો છે. મીનાબેનનો ભત્રીજો છેલ્લા બે દિવસથી સિવિલ હોસ્પિટલને રજુઆત કરવા માટે ધક્કા ખાય રહ્યો છે. પરંતુ કોઇ જવાબ ન આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આં ઉપરાંત મૃતદેહના રજીસ્ટ્રારમાં પણ સોનાના દાગીના ગુમ હોવાની એન્ટ્રી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

2 એપ્રિલે મીનાબેનને દાખલ કર્યા
મીનાબેનના ભત્રીજા ભાવેશભાઇએ જણાવ્યું હતું કે, 2 એપ્રિલે અમે મીનાબેનને દાખલ કર્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થતા 8 એપ્રિલના રોજ અમને સવારે આઠ વાગ્યાની આસપાસ ડેડબોડી સોંપવામાં આવી હતી. કંટ્રોલમાં રાહુભાઇ કરીને છે તેને પૂછ્યું હતું કે, મીનાબેન પાસે એક પાકીટ હતું. તે પાકીટમાં સોનાનો ચેઇન, સોનાની એક માળા, નાકની ચૂક, મોબાઇલ, ATM કાર્ડ અને આધારકાર્ડ પણ હતું. ત્યારે રાહુલભાઇએ જણાવ્યું હતું કે, કાલે આવો તમારી જે વસ્તુઓ ગુમ છે તે મળી જશે.

પાંચ ધક્કા ખાધા પણ પાકીટ મળ્યું નહીં
બીજા દિવસે હું સિવિલ ગયો તો એવું કહ્યું કે, જે ભાઇ પાસે તમારી વસ્તુ છે તે આજે નથી આવ્યા. કાલે હું પાંચ ધક્કા ખાય ચૂક્યો છું. આ ઉપરાંત આજે પણ ત્રણ વખત આવ્યો હતો. અત્યારે પૂછ્યું તો સ્ટાફે જણાવ્યું કે, 17 નંબરમાં ફરિયાદ આપી દ્યો. જો વસ્તુ મળશે તો આપીશું. આ અંગે હુ પોલીસ ફરિયાદ પણ કરવાનો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *