ભારત(India) વિરુદ્ધ પાકિસ્તાન(Pakistan)નું વધુ એક કૃત્ય દુનિયાની સામે આવ્યું છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન ભારતને બદનામ કરવા માટે સતત કાવતરાં કરી રહ્યું છે અને ખોટી માહિતીને પ્રચારનું માધ્યમ બનાવી રહ્યું છે. ખોટી માહિતી દ્વારા તે કાશ્મીરી લોકોને ભડકાવવાનાં પ્રયાસ કરી રહ્યા છે. એક ફેક્ટ ચેકિંગ સંસ્થા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિક(Yasin Malik)ની પત્ની મુશલ હુસૈન(Mushal Hussain) મલિક પણ સક્રિય રીતે આમાં સામેલ છે.
એવો દાવો કરવામાં આવ્યો છે કે, તે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરી રહી છે, જેના કારણે કાશ્મીરમાં ભારત વિરુદ્ધ અને પાકિસ્તાનના પક્ષમાં વાતાવરણ સર્જાય. તે માટે ખોટી માહિતી શેર કરવામાં આવી હતી. વાસ્તવમાં પાકિસ્તાન હવે ભારત વિરુદ્ધ પ્રોક્સી વોર કરી રહ્યું છે.
કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પ્રયાસ:
ફેક્ટ ચેકરનો દાવો છે કે, યાસીન મલિકની પત્ની મુશલ હુસૈન કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માંગે છે. આ માટે તે પાકિસ્તાન સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે અને સોશિયલ મીડિયા દ્વારા ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. સેન્ટર ફોર ડિજિટલ ફોરેન્સિક્સ, રિસર્ચ એન્ડ એનાલિટિક્સ અનુસાર, ભારતને બદનામ કરવા માટે ટ્વિટર પર ઘણી સેલિબ્રિટીઝના પાકિસ્તાની એકાઉન્ટ્સ છે.
મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ:
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ટ્વિટર પર મુશાલ હુસૈનના 80 હજારથી વધુ ફોલોઅર્સ છે. મોટાભાગના ફોલોઅર્સ પાકિસ્તાનના છે. મુશાલ ટ્વિટર પર આવી પોસ્ટ કરે છે. જેમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે, કાશ્મીરમાં હિંદુઓ દ્વારા મુસ્લિમો પર પણ અત્યાચાર થઈ રહ્યો છે. તેમની હત્યા કરવામાં આવી રહી છે.
યુએનને કરવામાં આવી રહ્યા છે ટેગ:
મુશાલ તેના તમામ ટ્વીટમાં સંયુક્ત રાષ્ટ્રને ટેગ કરે છે. તેણી તેને કહે છે કે, ભારતમાં કાશ્મીરી મુસ્લિમોની હત્યા કરવામાં આવી રહી છે. આ કાશ્મીરીઓ પાકિસ્તાન સાથે જોડાઈને ખુશ થશે.
કાશ્મીરી મહિલાઓની પણ ફોટા પોસ્ટ કરે છે:
મુશાલે તેના ટ્વિટર હેન્ડલ પર પોતાને યાસીન મલિકની ગૌરવપૂર્ણ પત્ની તરીકે વર્ણવી છે. ઘણી કાશ્મીરી મહિલાઓના ફોટા પોસ્ટ કરીને તેણે લખ્યું છે કે, ભારતીય સેના દ્વારા તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.