Maharashtra Sant Tukaram: મહારાષ્ટ્રના પુણેના તીર્થનગરી દેહુથી એક ચોકનારા સમાચાર સામે આવી રહ્યા છે. સંત તુકારામ મહારાજના 11માં વંશજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (Maharashtra Sant Tukaram) પ્રચારક શિરીષ મોરે મહારાજએ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. 30 વર્ષીય શિરીષ મહારાજએ આજે સવારે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ચોકાવનારી ઘટનાથી શહેરમાં સનસની ફેલાઈ ગઈ છે. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શિરીષ મોરે મહારાજની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી દીધી હતી.
હજુ સુધીએ સામે નથી આવ્યું કે આત્મહત્યા શા માટે કરી. હાલ શિરીષ મહારાજની આત્મહત્યા બાદ તીર્થ ગામ દેહુ પર દુઃખ પહાડ તૂટી પડ્યો છે. નાગરિકો નાખુશ છે.
થોડા દિવસ પહેલા જ થઈ હતી સગાઈ
જણાવી દઈએ કે પુણા જિલ્લામાં શિવવિદ્વાનના રૂપે શિરીષ મહારાજની ખૂબ પ્રતિષ્ઠા હતી. તે શિવ શંભુ ફાઉન્ડેશનના અધ્યક્ષ પણ હતા. થોડા દિવસ પહેલા તેમના સગાઈ થઈ હતી. તેના લગ્ન થોડા દિવસો બાદ થવાના હતા. પરંતુ લગ્ન પહેલા તેમણે આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
શા માટે કરી આત્મહત્યા?
પોલીસે અનુમાન લગાવ્યું છે કે આત્મહત્યા પાછળ નાણાકીય સંકડામણ હોઈ શકે છે.પોલીસના અનુમાન અનુસાર તે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આર્થિકત અંગીને કારણે તેમણે આત્મહત્યા કરી હશે. આત્મહત્યા કરતા પહેલા તેમણે એક નોટ પણ લખી હતી.
હિન્દુઓ પર થઈ રહેલા અન્યાયનો વિરોધ કરતા હતા
સોશિયલ મીડિયા દ્વારા થનારા ધાર્મિક પ્રવચનો, સંઘના સ્વયંસેવક અને હિન્દુઓના માર્ગદર્શક એવા શિરીષ મહારાજ અપીલ પણ કરતા હતા કે એવા લોકો પાસેથી માલ સામાન ન ખરીદો જેમના માથે ચાંદલો ન લગાવ્યો હોય. તેઓ હિન્દુઓ પર થઈ રહેલા અન્યાય અને અત્યાચાર પર પણ પોતાના મંતવ્ય રજૂ કરતા હતા. લવ જેહાદ, ઉદ્યોગ જેહાદ, જમીન જેહાદ, ખાદ્ય જહાજ અને ધર્માંતરણ જેવા મુદ્દાઓ પર તેમના પ્રવચનો રહેતા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App