પુષ્પારાજની સાદગીએ લોકોના જીત્યા દિલ: અલ્લુ અર્જુને તેની પત્ની સાથે ઢાબામાં લીધું ભોજન

Allu Arjun News: પુષ્પા રાજ સ્ટાર અલ્લુ અર્જુન ટોલીવુડમાં જ નહી પરંતુ બોલીવુડ પણ એટલો જ ફેમ્સ છે. ત્યારે હવે ટૂંક જ સમયમાં અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ આવી રહી છે.  જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારથી આ ફિલ્મના બીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે. ત્યારથી અલ્લુ અર્જુન અને ‘પુષ્પા 2’ સંબંધિત નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’(Allu Arjun News) ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને લોકોએ ઘણું પસંદ કર્યું હતું. આ દરમિયાન તાજેતરમાં અલ્લુ અર્જુને કંઈક એવું કર્યું છે જેના કારણે તે હેડલાઈન્સમાં આવી ગયો છે.

અલ્લુ અર્જુને તેની પત્ની સાથે ઢાબા પર લંચ કર્યો
હકીકતમાં અલ્લુ અર્જુનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં અલ્લુ અર્જુન તેની પત્ની સાથે લોકલ ઢાબામાં જોવા મળી રહ્યો છે. અભિનેતાની આ તસવીરો એક ફેન્સ દ્વારા ક્લિક કરવામાં આવી છે. તમે ફોટામાં જોઈ શકો છો કે અલ્લુ જમતી વખતે ફોન પર કોઈની સાથે વાત કરતો જોવા મળે છે. તેની પત્ની સ્નેહા તેની સાથે લંચ કરી રહી છે. સ્નેહાએ ક્રીમ કલરના સૂટ પહેર્યો છે.

કરોડોનો માલિક હોવા છતાં અલ્લુ અર્જુન તેની પત્ની સાથે 5 સ્ટાર હોટેલમાં જવાને બદલે નોન-એસી રેસ્ટોરન્ટમાં લંચ માણી રહ્યો છે. આવી સ્થિતિમાં અભિનેતાની સાદગી જોઈને તેના ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી. ‘પુષ્પા’ એક્ટરની આ તસવીર સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. લોકો તેને ડાઉન ટુ ધ અર્થ કહી રહ્યા છે.

ફિલ્મ ‘પુષ્પા 2’ વિશે
તમને જણાવી દઈએ કે ડાયરેક્ટર સુકુમારની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ બાદ અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહાદ ફૈસિલ આ સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ની સિક્વલમાં પોતાની ભૂમિકા ફરી કરતા જોવા મળશે. ‘પુષ્પા 2’ પણ હવે વર્લ્ડ બોક્સ ઓફિસ પર કરોડોની બમ્પર કમાણી કરવા માટે તૈયાર છે. ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાય છે.