કેકમાં ફટાકડો મુક્યો અને સળગાવ્યો, પછી જે હાલ થયા છે: જોઈ લો વિડિયો

Blast in cake: આજના સમયમાં મોટાભાગના લોકો છે જે સોશિયલ મીડિયા રીલ જોવા માટે નહીં પરંતુ રીલ બનાવી પોસ્ટ કરી અને તેનાથી ફેમસ થવા માટે વાપરે છે. ઘણા લોકો પોતાના અનોખા કન્ટેન્ટને કારણે વાયરલ અને ફેમસ પણ થયા છે. તમે પણ એવા ઘણા ક્રીએટરને જાણતા જ હશો (Blast in cake) અને તમને પણ તેના કન્ટેન્ટ જોવા ગમતા હશે. હવે કોઈપણ વ્યક્તિ કે જે સોશિયલ મીડિયા ક્રિએટર છે અને તેના ફોલોવર વધે છે તો તે તેની ઉજવણી કરે છે. પરંતુ ઘણા લોકો એ એવી રીતે ઉજવણી કરી તે તેનો વિડીયો વાયરલ થઈ ગયો અને લોકોએ પણ તેની મજા લીધી હતી. આવો તમને જણાવીએ છીએ કે વીડિયોમાં શું જોવા મળ્યું.

વાયરલ વીડિયોમાં શું દેખાયુ?
હમણાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક સાથે ઉભા છે. તેની સામે કેક મૂકવામાં આવી છે અને કેક ઉપર ફટાકડો મુકેલો છે. મીણબત્તીની જગ્યાએ છોકરી ફટાકડામાં આગ લગાવે છે અને પાછળ ચાલી જાય છે. થોડી જ વારમાં ફટાકડો ફાટે છે અને તેના કારણે આખી કેક પણ વેર વિખેર થઈ જાય છે. આ પ્રકારે લોકોએ પોતાના ફોલોવર વધવાની ખુશી સેલિબ્રેટ કરી. ઘણા લોકોને લાગ્યું કે કેકમાં મીણબત્તી સળગાવી તો કેક ફાટી ગઈ ત્યારબાદ લોકોએ કોમેન્ટ પણ કર્યું છે કે પરંતુ તમે એક વખત વિડિયો જોઈ લો.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

તમે હમણાં જે વિડીયો જોયો તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. વિડિયોને પોસ્ટ કરતા કેપ્શનમાં લખેલું છે કે લાગી રહ્યું છે કે આ કેક અબ્દુલની ફેક્ટરીમાંથી મંગાવી હશે. અત્યાર સુધીમાં આ વિડીયો ઘણા લોકોએ જોઈ લીધો છે. આ વીડિયો પર એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું છે કે અબ્દુલની ફેક્ટરીની સ્પેશિયલ કેક. બીજો વ્યક્તિ લખે છે કે કેક ફટાકડો મંગાવ્યો છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે ફટાકડો ફૂટ્યો છે, આવા ફટાકડા કેક પર ન મૂકો. નહીં તો ખુશીનો માહોલ દુઃખમાં બદલાઈ જશે.