ગુજરાત રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા જ જણાવવામાં આવ્યું હતું કે, 100 યુનિટ સુધી ફ્રી અને ત્યારબાદ 20 ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં વીજ કંપનીઓ કોઈ ને કોઈ બહાને ગ્રાહકો પાસેથી પોતાની ખાધ સેટલમેન્ટ કરતી જોવા મળી રહી છે. જોના કારણે હવે લોકો કંટાળી ગયા છે. કેટલાક ગ્રાહકે પુરાવારૂપે લાઈટબિલ પણ રજૂ કર્યા છે. ટોરેન્ટ પાવરને કારને લોકો હલકી ભોગવી રહ્યા છે અને રોજ રોજ લોકો તેમની ઓફીસ પર હલ્લો કરી રહ્યા છે. જે લોકો રજૂઆત કરવા આવે તેમની સમસ્યાઓનું સમાધાન પણ થઇ રહ્યું હોવાની વાત સામે આવી રહી છે.
શું છે ગ્રાહકની ફરિયાદો?
મીડીયા સાથેની વાતચીતમાં એક ગ્રાહકે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં 2470 રૂપિયા લાઇટબિલ આવ્યું હતું. જે 13 માર્ચ 2020 ના રોજ ભરી દેવામાં આવ્યું હતું. પછી 20 માર્ચ 2020 શુક્રવારથી જનતાકરફ્યુ લાગુ કરવામાં આવ્યું હતું. અને 22 માર્ચથી ઓફીસ બંધ કરી તમામને રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ લોકડાઉન થઈ ગયું હતું. જોકે, લોકડાઉન દરમિયાન માર્ચનું બિલ 2470 રૂપિયા ભરવાનો મેસેજ આવ્યો હતો. પરંતુ આખો એપ્રિલ મહિનો મારી ઓફિસ બંધ રહી હતી.
સરકારે લોકડાઉન-1 આપતા 21 મે 2020 થી મેં મારી ઓફીસ ચાલુ કરી હતી. જેમાં નિયમ મુજબ 12થી 4 ઓફિસ ચાલતી હતી. ત્યારબાદ ટોરેન્ટ પાવરનું નવું લાઈટ બિલનો પેટીએમમાં 1430 રૂપિયાનો મેસેજ આવ્યો તે પણ અમે 10 જૂને ભરી દીધુ. જોકે, લાઈટ બિલની અસલ કોપી અમારી ઓફિસે મળી તેમાં ચાર્જીસમાં અનેક પાટીયા બેસાડવામાં આવ્યા હોવાનું માલૂમ પડી રહ્યુ છે.
આ બાબતે અમુક જાગૃત નાગરિકો ગ્રાહક સુરક્ષાને ફોન કરી રહ્યા છે તો અમુક ગ્રાહકો રૂબરૂ સમસ્યા નિવારણ અધિકારીને મળીને બીલની રકમ સેટલ કરાવી રહ્યા છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ પણ કહ્યું કે માફીની કોઈ ગાઈડલાઈન આવી નથી
તા.11/07/20ના રોજ ભેસ્તાન Dgvcl ના મીટર રીડીંગ કરવા આવેલા અધિકારીઓને સ્થાનિક રહીશોએ સરકારની 100 યુનિટનીમાફીની જાહેરાત સંબંધિત પૃચ્છા કરતા તેઓ એ આવી કોઈ ગાઈડલાઈન સરકાર તરફથી આવી ન હોવાનો ખુલાસો કરતા લોકો હેબતાય ગયા હતા. સ્થાનિકોએ સુરત નવસર્જન ટ્રસ્ટનો સંપર્ક સાધતા તેઓએ “વીજબિલમા રાહત આપો”, “અમે લોક ડાઉનનું બિલ નહીં ભરીએ”ના સૂત્રોરચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને ડીજીવીસીએલની મુખ્ય કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું અને મુખ્યમંત્રીને પણ પત્ર મોકલ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news