નાગરિકતા સંશોધન કાયદા ના વિરોધમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વયનાડની મુલાકાતે છે. વાયનાડમાં સંવિધાન બચાવો રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નથુરામ ગોડસે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચાર ધારણા એક જ છે. બંનેની વિચારધારામાં કોઈ અંતર નથી. બસ ખાલી નરેન્દ્ર મોદી માના કહેવાની હિંમત નથી કે તે નથુરામ ગોડસે માં આસ્થા રાખે છે.
#WATCH Rahul Gandhi, Congress in Kalpetta, Kerala: Nathuram Godse shot Mahatma Gandhi because he did not believe in himself, he loved no one, he cared for nobody, he believed in nobody and that is the same with our Prime Minister, he only loves himself, only believes in himself. pic.twitter.com/itx4GKiVIM
— ANI (@ANI) January 30, 2020
રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુસ્તાનીઓને આ સાબિત કરવું પડી રહ્યું છે કે તેઓ ભારતીય છે. નરેન્દ્ર મોદી કોણ છે જે નક્કી કરે કે હું ભારતીય છું. તેમને આ લાઇસન્સ કોણે આપ્યું કે તે નિર્ણય કર્યો કે કોણ ભારતીય અને કોણ ભારતીય નથી? હું જાણું છું કે હું ભારતીય છું, મારા કોઈની સામે સાબિત કરવાની જરૂર નથી.
રાહુલ ગાંધીએ રોજગાર અને અર્થવ્યવસ્થાના મામલે પણ સરકારને ઘેરી છે.રાહુલ ગાંધીએ કહ્યું કે શું તમે આ નોટિસ કર્યું છે જ્યારે પણ નરેન્દ્ર મોદી ને તમે બેરોજગારી અને નોકરીઓ વિશે સવાલ પૂછો તો તે વાતને ફેરવી નાખે છે. રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર અને રાષ્ટ્રીય સંશોધન અધિનિયમ તમને નોકરીઓ નથી આપવાના. જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ અને આસામનું સળગવું લોકોને રોજગાર નહીં આપે.
Kerala: Congress MP Rahul Gandhi leads ‘Save the Constitution’ march in Kalpeta area of his constituency Wayanad. pic.twitter.com/U4lzsMQVuF
— ANI (@ANI) January 30, 2020
બીજા દેશો ભારત પર ઉઠાવી રહ્યા છે સવાલ
રાહુલ ગાંધીએ કહ્યું કે અન્ય દેશો કહી રહ્યા છે ભારતે પોતાનો રસ્તો ખોઈ ચુક્યું છે. ભારત એક સમયમાં એ દેખાડતું હતું કે કેવી રીતે મહાન દેશ છે. ભારતમાં અલગ-અલગ સંસ્કૃતિઓ છે, ધર્મ છે. બધા ધર્મોનો એક જ હેતુ છે. આજે લોકો કહી રહ્યા છે ભારત ખુદથી લડાઇ લડી રહ્યું છે. કુલબર્ગી અને ગૌરી લંકેશ જેવા વિચારકોને મારી નાંખવામાં આવી રહ્યા છે. મહિલાઓની સાથે રેપ થઇ રહ્યા છે. બેરોજગારી પોતાન ઉચ્ચતમ સ્તર પર છે. અર્થતંત્રની સ્થિતિ બગડી રહી છે.
આજે ‘સંવિધાન બચાવો’ રેલી વાયનાડમાં થશે, જ્યારે કેરળના 13 જિલ્લામાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) માનવ શ્રૃંખલા બનાવશે. તેમાં ભાગ લેનાર લોકો દેશનો નકશો બનાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.