ગુજરાતભરમાં મેઘરાજાની મહેર: છેલ્લા 24 કલાક 192 તાલુકાઓમાં ધોધમાર વરસાદ- બેટમાં ફેરવાયા ખેતરો, તો બે કાંઠે વહી નદીઓ

Gujarat Monsoon Update News: ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. તે દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં(Gujarat Monsoon Update News) વરસાદ વરસ્યો…

Gujarat Monsoon Update News: ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. તે દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં(Gujarat Monsoon Update News) વરસાદ વરસ્યો છે. વિગતો અનુસાર છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દ્રારકા જિલ્લામાં નોધવામાં આવ્યો છે. દ્રારકામાં કાલે 9.1 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ તરફ આજે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી પણ કરવામાં આવી છે. તે મુજબ આવનારા 4 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. ખાસ કરીને હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે, જેમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી આગાહી છે.

24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ નોધવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ દ્રારકામાં 9.1 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે પોરબંદરમાં 7.4 ઇંચ અને કેશોદમાં 6.1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ખંભાળીયા, માણાવદરમાં 5 ઇંચ, માંગરોળ, અબડામાં 5 ઇંચ વરસાદ, જામકંડોરણા, ધ્રોલ, જામજોધપુરમાં પોણાં પાંચ ઇંચ, કલ્યાણપુર, મહુવા, ધોલેરા, વંથલીમાં, ઉપલેટામાં 5 ઇંચ, અમરેલી, કોટડા સાંગાણી 3.5 ઇંચ, ભચાઉ, ધોરાજી, ખંભાત, ગોંડલ, માળીયા હાટીના 3 ઇંચ અને મેંદરડા, સિંહોરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.

4 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આવનાર 4 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. ખાસ કરીને હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે, જેમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી આગાહી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સીઝનનો 65 ટકા ઉપર વરસાદ નોંધાય ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *