છેલ્લા 24 કલાકમાં ગુજરાતભરમાં 25 તાલુકાઓમાં વરસાદે બોલાવી રમઝટ, જાણો આગળના 24 કલાકના હાલ

Gujarat Rain News: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજાએ ઘમાકેદાર બેટિંગ શરુ કરી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 25 તાલુકામાં વરસાદ પડ્યો છે. મળતી વિગતો અનુસાર, 24 કલાકમાં ખંભાળિયામાં સૌથી વધુ 9.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ તરફ આજે પણ રાજ્યના (Gujarat Rain News) અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

24 કલાકમાં ગુજરાતના 25 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 25 તાલુકામાં વરસાદ પડ્યો જેમાં સૌથી વધુ ખંભાળિયામાં 9.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે પોરબંદરમાં 2.5 ઈંચ, ભાણવડમાં સવા 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ગારિયાધાર અને દ્વારકામાં સવા ઈંચ વરસાદ
રાજ્યના રાણાવાવમાં સવા ઈંચ, નખત્રાણામાં સવા ઈંચ, ગારિયાધારમાં સવા ઈંચ, દ્વારકામાં સવા ઈંચ, ધરમપુરમાં અડધો ઈંચ, લિલિયામાં અડધો ઈંચ અને કોટડા સાંગાણીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

પાલિતાણા અને બાબરામાં અડધો ઈંચ વરસાદ
આ સાથે માંગરોળમાં 0.5 ઈંચ, પાલિતાણામાં 0.5 ઈંચ અને બાબરામાં 0.5 ઈંચ વરસાદ જેટલો વરસાદ પડ્યો છે. આ તરફ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.

આજે આ જિલ્લા પડશે વરસાદ
ગાંધીનગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે