વરસાદ કે ગરમી? જાણો અગામી પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતમાં વાતાવરણ

Gujarat Weather Report: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં આગામી 2 દિવસ રાજ્યમાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે.જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. તેથી સમગ્ર રાજ્યમાં(Gujarat Weather Report) આંધી સાથે ભારે પવન ફૂંકાશે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પારો 43થી 44 ડિગ્રી રહેશે. તથા 4 જૂને ઉત્તર, મધ્ય ગુજરાતમાં પારો 41થી 44 ડિગ્રી રહેશે.

ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો
ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. હવે ગુજરાતમાં તાપ સાથે સૂસવાટાભેર પવનો પણ ફુંકાતા ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે ગુજરાતીઓ આ કાળઝાળ ગરમીમાંથી બચવા હવે વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને વરસાદની કોઇ શક્યતા નથી. તો બીજી તરફ હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આજે કેટલાકા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.

સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ડસ્ટ સ્ટ્રોમ વોર્નિંગ આપવામાં આવી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકે આગાહીમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. જોકે, આ સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ તાપમાન ડિક્રિસિંગ ટેન્ડન્સીમાં રહેશે જેના કારણે સાત દિવસમાં બેથી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે,આખા ગુજરાતમાં સ્ટ્રોન્ગ વિન્ડ ફુંકાશે. રાજ્યમાં 25થી 30 કિમીની પ્રતિકલાક ઝડપે પવન ફંકાશે. ગુજરાતમાં બે દિવસ માટે સૌરાષ્ટ્ર, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ડસ્ટ સ્ટ્રોમ વોર્નિંગ આપવામાં આવી છે.

ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે
અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રિ મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. અને ત્યારબાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે.

પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ.અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે છે.