Ambalal Patel Forecast: ગુજરાતની જનતાને આકરી ગરમી અને બફારાથી રાહત મળી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. 7 થી 10 જૂને દક્ષિણ મહારાષ્ટ્ર, ગોવા, પૂનામાં વરસાદ પડી શકે છે. તેમજ ભારેથી અતિભારે વરસાદ(Ambalal Patel Forecast)થવાની શક્યતા છે.અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે.
અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી સાત દિવસના ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવવામાં આવ્યુ છે. આ તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી મુજબ દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.
અરબ સાગરમાં 10 થી 12 જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12 જૂન સુધી દક્ષિણ- મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે કેટલીક જગ્યાએ વરસાદની આગાહી છે.
કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે. આજે 6 જૂને દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં આગાહી છે. 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં આગાહી છે. 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલમાં આગાહી છે. તો દાહોદ,નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ આગાહી છે.
આ વર્ષે કેવું રેહશે ચોમસું
રાજ્યમાં 15 મી જૂન આસપાર આહવા, ડાંગ, વલસાડ, ભરૂચ, સુરતનાં ભાગોમાં વરસાદ આવશે. તેમજ જૂનાગઢ, ગીર અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તેમજ મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. આ વર્ષે ચોમાસું કેવું રેહશે તે અંગે જણાવતા અંબાલાલા પટેલે જણાવ્યું હતું કે સીઝનનો પહેલો વરસાદ વાવણી લાયક રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App